ટાટા સ્કાય અને એરટેલ આઈપીએલ માટે લાવી સ્પેશલ ઓફર

March 25, 2019
 1406
ટાટા સ્કાય અને એરટેલ આઈપીએલ માટે લાવી સ્પેશલ ઓફર

આઈપીએલની સીઝનને જોતા ટાટા સ્કાય અને એરટેલ ડીઝીટલ ટીવીએ પોતાના ગ્રાહકોને ગીફ્ટ આપવાનું મન બનાવ્યું છે જેના કારણે ફ્રીમાં સ્પોર્ટ્સ ચેનલ ઓફર કરવામાં આવી રહી છે. ભારતમાં આઈપીએલ દરમિયાન યુઝર્સને જોડી રાખવા માટે બંને ડીટીએચ કંપનીઓએ ખાસ ઓફર્સ અને સ્કીમ્સ તૈયાર કરી છે. ટ્રાઈના નવા નિયમો બાદ ડીટીએચ પ્રોવાઈડર્સની મુશ્કેલીઓ ભલે થોડી વધી ગઈ છે પરંતુ કંપનીએ આ સમાપ્ત કરવાની તૈયારી કરી લીધી છે. ભારતમાં આઈપીએલ લીગની લોકપ્રિયતાને જોતા જ ઘણા ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) પ્રોવાઈડર પોતાના યુઝર્સ માટે ફ્રીમા આ લીગનું પ્રસારણ કરી રહ્યા છે.

શું છે ઓફર

ટાટા સ્કાય પહેલા જ જાહેરાત કરી ચુકી હતી કે, તે પોતાના યુઝર્સને ૨૩ માર્ચથી સ્ટાર સ્પોર્ટ્સ ૧ હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ ૧ તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ ૧ તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ ૧ કન્નડ અને સ્ટાર સ્પોર્ટ્સ ૧ બંગલા ચેનલોને ફ્રી સબ્સક્રિપ્શન આપશે. ટાટા સ્કાય ડીટીએચ પોતાના યુઝર્સને એડીસનલ કોસ્ટ વગર આ ચેનલ આઈપીએલની ફાઈનલ મેચ ૧૯ મે, ૨૦૧૯ સુધી ફ્રીમા દેખાડશે. તેની સાથે જ ટાટા સ્કાયે ૯૬ ચેનલ વાળા ફેમેલી સ્પોર્ટ્સ એચડી પેક પણ લોન્ચ કર્યા છે. તેની કિંમત પ્રતિમહિના ૬૪૬ રૂપિયા છે. આ પેકની એસડી ચેનલવાળા પ્લાનની કિંમત ૪૫૬ રૂપિયા છે. જેમાં સ્ટાર, સોની અને બીજી સ્પોર્ટ્સ ચેનલ આવે છે.

જ્યારે એરટેલ ડીઝીટલ ટીવી પણ પોતના નવા અને જુના યુઝર્સને આઈપીએલ ૨૦૧૯ સીઝનમાં સ્પોર્ટ્સ ચેનલ ફ્રીમાં દેખાડી રહી છે. એરટેલ ટીવીનું નવું કનેક્શન લેનાર યુઝર્સને ૧૯ મે સુધી સ્ટાર સ્પોર્ટ્સ ૧ અને સ્ટાર સ્પોર્ટ્સ ૧ હિન્દીનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. જયારે એરટેલ ડીઝીટલ ટીવી ના જુના યુઝર્સને સ્ટાર સ્પોર્ટ્સ ૧, સ્ટાર સ્પોર્ટ્સ ૧ એચડી, સ્ટાર, સ્પોર્ટ્સ ૧ હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ ૧ હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ ૧ તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ ૧ તમિલ, સ્ટાર, સ્પોર્ટ્સ ૧ કન્નડ અને સ્ટાર સ્પોર્ટ્સ ૧ બંગલાનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

Share: