ફેસબુકે લોન્ચ કરી નવી વિડીયો એપ લાસો

November 13, 2018
 382
ફેસબુકે લોન્ચ કરી નવી વિડીયો એપ લાસો

ફેસબુકે યુઝર્સ માટે એક નવી વિડીયો એપ લોન્ચ કરી છે. ‘લાસો’ નામની આ એપની મદદથી યુઝર્સ સ્પેશલ ઈફેક્ટ અને ફિલ્ટરની સાથે નાના-નાના વિડીયો બનાવી શેર કરી શકશે. ફેસબુકના પ્રોડક્ટ મેનેજર એન્ડી હુઆંગે ટ્વીટ કરી જણાવ્યું છે કે, “નાના સ્વરૂપમાં નવી વિડીયો એપ હવે અમેરિકામાં ઉપલબ્ધ છે.”

આ એપનો મુકાબલો બઝારમાં પહેલાથી રહેલી ટીક ટોક એપથી થશે. લાસોમાં યુઝર્સ વિડીયોને એડિટ કરવાના તમામ ફીચર મળશે, જેમાંથી તે પોતાની વિડીયોમાં ટેક્સ્ટ અને મ્યુઝીક એડ કરી શકશે.\

વિડીયો એડીટિંગ ટુલથી લેસ કરવામાં આવેલ આ એપની મદદથી યુઝર્સ પોતાના વિડીયોમાં ટેક્સ્ટની સાથે જ સંગીત પણ સામેલ કરી શકશે. અમેરિકી વેબસાઈટ સીનેટને ફેસબુકના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “નાના સ્વરૂપમાં મનોરંજન વિડીયો માટે લાસો એક નવી એપ છે. અમે તેની સફળતાને લઈને ઘણા ઉત્સાહિત છીએ. અમે લોકો અને એપને બનાવ નારાથી ફીડબેક પણ લેશું.

આ એપ પર બધા પ્રોફાઈલ અને વિડીયો સાર્વજનિક હશે. ફેસબુકે આ એપને સૌથી પહેલા અમેરિકા ઉતારી છે. તેનો હેતુ સ્નેપચેટ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પહેલાથી જ સમાન એપ્લિકેશન્સ સાથે સ્પર્ધા કરવાનો છે.

Share: