જિયો-એરટેલ-વોડાફોન : ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે બેસ્ટ ડેટા પ્લાન્સ

March 28, 2019
 779
જિયો-એરટેલ-વોડાફોન : ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે બેસ્ટ ડેટા પ્લાન્સ

ટેલીકોમ કંપની પોતાના યુઝર્સને આકર્ષિત કરવા માટે નવા સસ્તા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરતી રહે છે. ટેલીકોમ કંપનીઓની વચ્ચે વધી રહેલી સ્પર્ધાથી પ્લાન્સની કિંમતોમાં ઘણી ગિરાવટ આવી છે. માર્કેટમાં ઘણા એવા પ્રીપેડ પ્લાન્સ રહેલા છે જે ઓછામાં ઓછી કિંમતમાં યુઝર્સને ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આજે અમે તમને જણાવી દઈએ કે, કેટલાક એવા શાનદાર એડ ઓન પ્લાન્સના વિશેમાં જેને તમે ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદીને જરૂરત પ્રમાણે પોતાના ડેટામાં વધારો કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, ડેલી ડેટા સમાપ્ત થવાની સ્થિતિમાં યુઝર્સને ફરીથી ડેટા ક્રેડીટ થવા માટે આગામી દિવસની રાહ જોવી પડે છે. તેના માટે કંપનીઓએ યુઝર્સની સમસ્યાને જોતા આ એડ ઓન ડેટા પ્લાન્સને ઉપલબ્ધ કર્યો છે.

વોડાફોનના ટોપ-અપ ડેટા રિચાર્જ પ્લાન્સ

વોડાફોન ૧૦૦ રૂપિયાની અંદર પોતાના યુઝર્સને ત્રણ ટોપ-અપ ડેટા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે.

૪૯ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ૧ જીબી એડ ઓન ડેટા મળે છે.

૯૮ રૂપિયા વાળા ટોપ-અપ ડેટા પ્લાનથી યુઝર્સને ૨૮ દિવસની વેલીડીટીની સાથે ૩ જીબી એક્સ્ટ્રા ડેટા મળશે.

જયારે યુઝર્સ ૨૭ રૂપિયાના રીચાર્જ કરાવી ૨૮ દિવસ માટે ૪૫૦ જીબી ડેટા પ્રાપ્ત કરી શકો છો.

એરટેલના ટોપ-અપ ડેટા રિચાર્જ પ્લાન્સ

એરટેલે ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ત્રણ ટોપ-અપ રિચાર્જ ઓફર કરી છે.

તેમાં ૨૯ રૂપિયાના રીચાર્જમાં યુઝર્સને ૫૨૦ એમબીનો એક્સ્ટ્રા ડેટા ઓફર કરવામાં આવે છે.

૯૮ રૂપિયા વાળા ટોપ-અપ ડેટા રિચાર્જમાં યુઝર્સને ૩ જીબી વધારાનો ડેટા મળશે.

જયારે ૪૮ રૂપિયામાં એરટેલ પોતાના યુઝર્સને ૧ જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે.

રિલાયન્સ જિયોના ટોપ-અપ ડેટા રીચાર્જ પ્લાન્સ

જિયો પોતાના યુઝર્સને ઘણા શાનદાર પ્લાન્સ કરી રહી છે જેની કિંમત ઘણી ઓછી છે.

૧૧ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને ૪૦૦ એમબીનો વધારાનો ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.

૨૧ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને ૧ જીબી એડ ઓન ડેટા મળે છે.

જયારે ૫૧ રૂપિયા વાળા પ્લાનમાં ૩ જીબી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવે છે.

Share: