
ફેસબુકનું કહેવું છે કે, તેમને ટ્રોલ નેટવર્કો પર કાર્યવાહી કરતા ૨૬૦૦ થી વધુ ફેક એકાઉન્ટસ અને પેઝને દુર કરી દીધા છે. તેમના દ્વ્રારા યુઝર્સને ભ્રમિત કરવામાં આવી રહ્યા હતા. ઈરાન, રશિયા, ઉત્તરી મેસેડોનીયા અને કોસોવોના કુલ ૨૬૩૨ પેઝ, સમૂહો અને એકાઉન્ટ્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી દુર કરી દીધા છે, જે ‘સમન્વિત અમાનવીય વ્યવહાર’ માં લાગેલ હતા.
ફેસબુકના સાઈબર સુરક્ષા નીતિના પ્રમુખ નથાનિયલ ગ્લીચરે જણાવ્યું છે કે, અમે આ પ્રકારની ગતિવિધિઓની શોધ કરી રહ્યા છીએ અને તેના પર રોક લગાવવાનું કામ કરી રહ્યા છીએ. અમે નથી ઈચ્છતા કે, અમારી સેવાઓનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવા માટે કરવામાં આવે છે. દુર કરવામાં આવેલ પેજો અને એકાઉન્ટ્સમાંથી ૫૧૩ ઈરાનથી સંબંધિત હતા. ફેસબુકે જણાવ્યું છે કે, આ વાસ્તવિક રાજનીતિક સમૂહો અને મીડિયા સંગઠનોને દેખે છે.
આ એકાઉન્ટસમાંથી એકમાં ૧૪ લાખથી વધુ ફોલોવર્સ હતા, જે ભારત અને પાકિસ્તાનના વચ્ચેના તણાવ, યમન અને સીરિયામાં સંઘર્ષ અને તાજેતરમાં વેનેજુએલામાં રાજનીતિક સંકટ પર વિષય વસ્તુ શેર કરતા હતા. રશિયાથી જોડાયેલ ૧૯૦૭ પેજો, સમૂહો અને એકાઉન્ટ્સને પણ દુર કરવામાં આવ્યા છે. તેમાંથી કરવામાં આવેલી કેટલીક પોસ્ટોમાં યુક્રેની રાજનીતિથી સંબંધિત સામગ્રી હતી.