મંત્રી પરબત પટેલને ટિકિટ અપાવી શંકર ચૌધરી એ મંત્રી બનવાનો માર્ગ મોકળો કર્યો.

March 30, 2019
 1229
મંત્રી પરબત પટેલને ટિકિટ અપાવી શંકર ચૌધરી એ મંત્રી બનવાનો માર્ગ મોકળો કર્યો.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન પટેલ ઠાકોરે પરાજય આપી ભાજપના દિગ્ગજ ગણાતા નેતા શંકર ચૌધરી ને ઠેકાણે લગાવી દીધા હતા. ગાંધીનગર આવવા શંકર ચૌધરી માટે એક સ્વાન હતું. એટલે તેમણે તકનો લાભ લઈને એક કાંકરે બે પક્ષી ને માર્યા છે. બનાકાંઠામાં સાંસદ ની ચૂંટણી લડવા હાઇકમાન્ડે ઓફર કરી છતાંયે શંકર ચૌધરી એ ઘરાર ના પાડી દીધી હતી. શંકર ચૌધરી એ અથાગ પ્રયત્નો કરીને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ને ટિકિટ અપાવી લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. પરબત પટેલ એ રાજકીય વગ આધારે મંત્રીપદ છીનવી લેવામાં આવ્યું છે.

પરબત પટેલને લોકસભાની ટિકિટ અપાવી શંકર ચૌધરી એ થરાદ પેટાચૂંટણી લડવા તૈયારીઓ કરી દીધી છે. આ બાજુ, લાંચકાંડ માં નામ ઉછળતા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી નું પત્તુ કપાવી શંકર ચૌધરી એ રાજકીય તાકાતનો પરચો દેખાડી દીધો છે. હવે થરાદ પેટાચૂંટણી લડી ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યા શંકર ચૌધરી એ માર્ગ મોકળો કરી દીધો છે.

શંકર ચૌધરીની આ સ્ટેટેજી ને કારણે બનાસકાંઠામાં ભાજપના જ સમર્થકો નારાજ છે. લોકસભાની ચૂંટણીમાં પરબત પટેલ ને જીતાડવા એ જ હવે પરબત પટેલ હારે તો શંકર ચૌધરી ની રાજકીય ઈચ્છા પૂર્ણ થાય તેમ નથી.

Share: