બીએસએનએલે લોન્ચ કર્યા ચાર નવા વાઉચર પ્લાન

March 31, 2019
 713
બીએસએનએલે લોન્ચ કર્યા ચાર નવા વાઉચર પ્લાન

બીએસએનએલે તાજેતરમાં ચાર નવા વાઈ-ફાઈ હોટસ્પોટ વાઉચર લોન્ચ કર્યા છે અને આ નવા વાઉચરની શરૂઆતી કિંમત ૧૯ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, આ વાઉચર વિભિન્ન વેલીડીટી સાથે આવે છે. આ વાઉચરની વેલીડીટી ૨ દિવસથી ૨૮ દિવસ સુધીની છે. આ નવા રેંજમાં સૌથી સસ્તા વાઉચર ૧૯ રૂપિયાના છે, તેને બીએસએનએલ વાઈફાઈ ૧૯ પણ કહેવામાં આવે છે.

યુઝર્સ આવી રીતે કરી શકે છે લોકેશનની ઓળખ

બીએસએનએલે પોતાની આધિકારિક વેબસાઈટ પર એક અલગ પેજ બનાવ્યું છે જ્યાં જઈને યુઝર્સ પોતાની આજુબાજુના વાઈ-ફાઈ હોટસ્પોટ લોકેશનને સરળતાથી જાણી શકે છે. બીએસએનએલે હજુ ૧૬,૩૦૦ લોકેશન પર લગભગ ૩૦,૪૦૦ વાઈ-ફાઈ હોટસ્પોટ લગાવેલા છે. બીએસએનએલ વાઈફાઈ ૩૯ વાઉચર સાત દિવસની વેલીડીટી સાથે ૭ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આવી રીતે બીએસએનએલ વાઈફાઈ ૫૯ ની કિંમત ૫૯ રૂપિયા છે અને આ વાઉચરમાં ૧૫ દિવસની વેલીડીટી સાથે ૧૫ જીબી ડેટા આપવામાં આવે છે. બીએસએનએલ વાઈફાઈ ૬૯ વાઉચર ૨૮ દિવસની વેલીડીટી સાથે ૩૦ જીબી ડેટા આપે છે. યુઝર્સ એકાઉન્ટ લોંગ-ઇન કર્યા બાદ લીસ્ટ કરવામાં આવેલ વાઉચર ખરીદી શકો છો. તમે ઈચ્છે તો ક્રેડીટ, ડેબીટ કાર્ડ અથવા નેટબેંકિગ દ્વ્રારા પણ ચુકવણી કરી શકો છો.

Share: