એરટેલ ફ્રીમાં આપી રહી છે ૪જી વાઈ-ફાઈ હોટસ્પોટ, જાણો કેવી રીતે ઉઠાવી શકો છો તેના ફાયદા

April 02, 2019
 800
એરટેલ ફ્રીમાં આપી રહી છે ૪જી વાઈ-ફાઈ હોટસ્પોટ, જાણો કેવી રીતે ઉઠાવી શકો છો તેના ફાયદા

ભારતીય એરટેલે જિયોને ટક્કર આપવા માટે નવો સિક્સ મંથ એડવાન્સ રેન્ટલ પ્લાન શરૂ કર્યો છે. એરટેલે પોતાના ૪જી હોટસ્પોટ પ્લાન્સને પણ રીવાઈઝ કર્યો છે. ટેલીકોમ ટોકની રીપોર્ટ મુજબ હવે કંપની પહેલા જેટલી કિંમતમાં ૫૦૦ ટકા વધુ ડેટા આપી રહી છે. તે યુઝર્સને ફ્રી મળશે ૪જી હોટસ્પોટ જે યુઝર્સ ૬ મહિનાથી વધુનો એડવાન્સ રેન્ટલ પ્લાન પસંદ કરશે તેમને કોઈ પણ વધારાના ચાર્જ વગર ફ્રીમાં હોટસ્પોટ ડીવાઈસ મળશે. તેના સિવાય એરટેલ ૩૯૯ રૂપિયા અને ૫૯૯ રૂપિયાના ટેરીફ પ્લાન્સ પણ આપી રહ્યા છે.

એરટેલ ૪ હોટસ્પોટ મંથલી પ્લાન્સ એરટેલ હોટસ્પોટમાં મુખ્ય રૂપથી બે ટેરીફ પ્લાન્સ મળે છે. તેની કિંમત ૩૯૯ રૂપિયા અને ૫૯૯ રૂપિયા છે. ૩૯૯ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ૫૦ જીબી ડેટા મળે છે જેની વેલીડીટી એક મહિનાની હોય છે ત્યાર બાદ યુઝર્સને અનલીમીટેડ થ્રોટલિંગ પણ મળે છે જેની સ્પીડ ૮૦kbps હોય છે જયારે ૫૯૯ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ૧૦૦ જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પણ વેલીડીટી ૧ મહિનાની હોય છે.

એડવાન્સ રેન્ટલ પ્લાન્સ એરટેલ સિક્સ મંથ એડવાન્સ રેન્ટલ પ્લાન્સ પણ આપી રહી છે. આ પ્લાનને યુઝ કરવા પર એરટેલ ફ્રી ૪જી હોટસ્પોટ ડીવાઈસ આપી રહ્યું છે. ૩૯૯ રૂપિયાના પ્લાનને ૬ મહિના માટે પસંદ કરવા માટે ૨૪૦૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે તેના ડીવાઈસ માટે ૯૯૯ રૂપિયા આપવા પડશે નહીં. આવી રીતે ૫૯૯ રૂપિયાના પ્લાનને ૬ મહિના સુધી પસંદ કરવા માટે યુઝર્સને ૩૬૦૦ રૂપિયા આપવા પડશે અને એરટેલ ૪જી હોટસ્પોટ ડીવાઈસ ફ્રી મળશે.

Share: