બીએસએનએલે કેશબેક ઓફરના સમયગાળામાં કર્યો વધારો

April 03, 2019
 426
બીએસએનએલે કેશબેક ઓફરના સમયગાળામાં કર્યો વધારો

બીએસએનએલ પોતાના એનુઅલ પ્લાન પર ૨૫ ટકા કેશબેક આપી રહ્યું છે. હવે કંપનીએ આ કેશબેક ઓફરની ડેડલાઈન વધારી દીધી છે. હવે આ ઓફર ૩૦ એપ્રિલ સુધી વેલીડ રહેશે. આ ઓફરને બીએસએનએલે ડીસેમ્બર ૨૦૧૮ માં પ્રસ્તુત કરી હતી. આ પ્લાન જુના અને નવા લેન્ડલાઇન, બ્રોડબેંડ અને બ્રોડબેન્ડ વાઈ ફાઈ સબ્સક્રાઈબર્સ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનને સબ્સક્રાઈબ કરવા માટે તમને કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા બીએસએનએલ બ્રોડબેંડ કનેક્શન પર લોગીન કરો. સ્કીમ સબ્સક્રાઈબ કરવા માટે ‘એગ્રી’ પર ક્લિક કરો. કિલક કર્યા બાદ નવો વિન્ડો ખુલશે. કેપ્ચાની સાથે સર્વિસ આઈડી એન્ટર કરો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી નાખો. ઓટીપી નંબર નાખ્યા બાદ વેલીડેટ પર પ્રેસ કરો. પ્લાનની ડીટેલ્સ વેરીફાઈ કરો. કેશબેક પ્લાન માટે સબમિટ પર ક્લિક કરો જો પ્લાનમાં કોઈ ચેન્જ નથી કરવો તો કેન્સલ પર ક્લિક કરો. ઓર્ડર કમ્પલીટ થયા બાદ સ્ક્રીન પર ચેન્જ રીક્વેસ્ટ નંબર આવશે.

તમને જણાવી દઈએ કે, કસ્ટમર મહિનામાં એક જ વખત ચેન્જ રીક્વેસ્ટ કરી શકે છે. જો પહેલાથી કોઈ ચેન્જ રિક્વેસ્ટ પ્રોસેસમાં છે તો નવી રીકેવેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. એનુઅલ પ્લાનના બીલની ચુકવણી કર્યા બાદ કસ્ટમરના એકાઉન્ટમાં કેશબેક ક્રેડિટ કરી દેવામાં આવશે જેની ઉપયોગ ભવિષ્યના બીલ પેમેન્ટસ માટે કરવામાં આવી શકે છે.

Share: