રિલાયન્સે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હેપ્ટીક સાથે સોદો કર્યો

April 04, 2019
 648
રિલાયન્સે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હેપ્ટીક સાથે સોદો કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ. અથવા રિલાયન્સ) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે તેની સહયોગી કંપની રિલાયન્સ જિયો ડિજીટલ સર્વિસીસ લિમિટેડ (આર.જે.ડી.એસ.એલ.) એ હેપ્ટીક ઇન્ફોટેક પ્રા.લિ. (હેપ્ટીક) સાથે વ્યવસાયને તબદિલ કરવાનો સુનિશ્ચિત કરાર કર્યો છે. આ સોદાની રકમ વૃધ્ધિ અને વિસ્તરણ સહિત કુલ રૂ.700 કરોડ છે, જેમાં વ્યવસાયને તબદિલ કરવાની પ્રારંભિક રકમ રૂ.230 કરોડનો પણ સમાવેશ થાય છે. હેપ્ટીકની ટીમ એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ અને ડિજીટલ કન્ઝ્યુમર આસીસ્ટન્ટ સહિત વ્યવસાયની વૃધ્ધિને વેગ આપવાનું ચાલુ રાખશે. ફુલ્લી ડાયલ્યુટેડ આધાર પર રિલાયન્સ 87 ટકા હિસ્સાની માલિકી ધરાવશે, જ્યારે બાકીનો હિસ્સો હેપ્ટીકના સ્થાપકો અને સ્ટોક ઓપ્શન આપવામાં આવેલા કર્મચારીઓ પાસે રહેશે.

આ સોદો રિલાયન્સ જિયોને તેની ગ્રાહકો સાથેના વ્યવહારમાં હેપ્ટીકની વિવિધ ડિવાઇસ અને ટચ પોઇન્ટ્સની ક્ષમતાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. ભારતમાં એક અબજ યુઝર્સની બજાર તકો રહેલી છે ત્યારે આ રોકાણ પ્લેટફોર્મની વૃધ્ધિ અને વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ રોકાણ હેપ્ટીકના વર્તમાન એન્ટરપ્રાઇઝ ગ્રેડ બિઝનેસને વેગ આપશે અને તેની સાથે કંપની વૈશ્વિક સ્તરે કોર્પોરેટ કંપનીઓ માટે નવિનતમ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સોલ્યુશન્સનું નિર્માણ ચાલુ રાખશે.

આ વ્યૂહાત્મક સોદા અંગે બોલતા રિલાયન્સ જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક રોકાણ ભારતની ડિજીટક ઇકોસિસ્ટમને વધુ વેગ આપવાના અને ભારતના વપરાશકર્તાઓને બહુવિધ-ભાષાઓ સાથેની એ.આઇ. સજ્જ ડિવાઇસ પૂરી પાડવાની અમારી પ્રતિબધ્ધતાને દર્શાવે છે. અમારું માનવું છે કે અવાજ આધારીત પ્રવૃત્તિઓ ડિજીટલ ભારતના સંવાદનું મુખ્ય માધ્યમ બની રહેશે. આ ભાગીદારીની જાહેરાત કરવામાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ અને હેપ્ટીકની ટીમ સાથે કામ કરીને ભારતના એક અબજ કરતાં વધારે ગ્રાહકોને શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને સંવાદનો સમૃધ્ધ અનુભવ પૂરો પાડવાના અમારા વિઝનને વાસ્તિવિકતામાં તબદિલ કરવાની આશા રાખીએ છીએ.

હેપ્ટીકના કો-ફાઉન્ડર અને સી.ઇ.ઓ. આક્રિત વૈશે જણાવ્યું હતું કે લોકો જે રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે તેમાં કન્વર્સેશનલ ઇન્ટરફેસ ઘણો મોટો ફેરફાર લાવશે તે વિચારથી અમે પ્રારંભ કર્યો હતો.સમયની સાથે, અમે ગ્રાહકો અને એન્ટરપ્રાઇઝ બિઝનેસ માટે અમે વિવિધ પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરી, જેનો મુખ્ય આધાર સ્ટેક ચેટ અને વોઇસ આધારીત એ.આઇ. ટેકનોલોજી પ્લેટફોર્મ રહ્યા. અમે વાસ્તવિક રીતે માનીએ છીએ કે હવે એવા આગામી એક અબજ યુઝર્સને સેવા પૂરી પાડવાની તક છે જે ઓનલાઇન આવશે અને જેઓ વિશ્વની સૌથી મોટી ડિજીટલ ઇકોસિસ્ટમમાં સ્થાન પામતી જિયો સાથે ભાગીદાર બનશે. અમે અમારી વિવિધ પ્રોડક્ટ લાઇનના વ્યવસાયને અનેકગણો વધારવા માટે આ વ્યૂહાત્મક તકનો ઉપયોગ કરવાની આશા રાખીએ છીએ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષે :

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તમામ મુખ્ય નાણાંકીય માપદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2018ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ. 430,731 કરોડ (66.1 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો

રૂ. 56,034 કરોડ (8.6 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો રૂ. 36,075 કરોડ (5.5 બિલિયન અમેરિકી ડોલર) છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદન,પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટીંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને ડિજીટલ સેવાઓમાં વિસ્તરેલી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચુન ગ્લોબલ 500ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનું 148મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ 99મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ (2018)માં 83મું અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. લિંકેડઇનની “ટોપ કંપનીઝ વ્હેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ” (2018)માં રિલાયન્સ 10માં ક્રમે છે.

જિયો બ્રાન્ડ હેઠળ ગ્રૂપની ડિજીટલ કમ્યુનિકેશન્સ અને સર્વિસ પહેલ માનદંડોને પુનઃવ્યાખ્યાતિ કરી રહી છે, નવા સિમાચિહ્નો સ્થાપી રહી છે, અભૂતપૂર્વ સ્વીકૃતિ, વપરાશ અને સેવાની ગુણવત્તાને પ્રોત્સાહન આપની રહી છે. જિયોને પૃથ્વીને મદદ કરવામાં અને સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ અસર ઊભી કરવા માટે વૈશ્વિક સ્તરે ફોર્ચ્યુનની ચેન્જ ધ વર્લ્ડ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વધુ માહિતી માટે www.ril.com

હેપ્ટીક વિશેઃ

આક્રિત વૈશ અને સ્વપન રાજદેવે હેપ્ટીકની સ્થાપના 2013માં ચેટ આધારીત વર્ચ્યુઅલ કોન્સીએર્જ મોબાઇલ એપ્લીકેશન તરીકે કરી હતી. છેલ્લાં બે વર્ષમાં, ટેકનોલોજી એનહાન્સમેન્ટ અને એન્ટરપ્રાઇઝ ગ્રેડ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

હેપ્ટીક વિશ્વના સૌથી મોટા કન્વર્શેશનલ એ.આઇ.પ્લેટફોર્મમાં સ્થાન ધરાવે છે. અત્યાર સુધીમાં કંપનીએ બે અબજ કરતાં વધારે સંવાદની પ્રક્રિયા કરી છે અને તેના ગ્રાહકોની યાદીમાં સેમસંગ, કોકાકોલા, ફ્યુચર રીટેલ, ટાટા ગ્રૂપ, કે.એફ.સી., ઓયો રૂમ્સ, મહિન્દ્રા ગ્રૂપ, વેગેરેનો સમાવેશ થાય છે. કંપની કસ્ટમર સપોર્ટ, કોન્સીએર્જ, લીડ જનરેશન અને લાઇવ ચેટ જેવા મુખ્ય કસ્ટમર એન્જમેન્ટ વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હેપ્ટીક વૈશ્વિક સ્તરે એવી પ્રથમ કંપની હતી જેણે સંવાદ આધારીત એન્ટીટી ડિટેક્શન એન્જિન ઓપન સોર્સ કર્યું હતું અને તાજેતરમાં જ કંપનીને ફ્રોસ્ટ એન્જ સુલિવાનટે કન્વર્શેશનલ એ.આઇ. કંપની ઓફ ધ યર 2018નો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. એપ્રિલ 2016માં હેપ્ટીકે ટાઇમ્સ ઇન્ટરનેટ પાસેથી મૂડી ઊભી કરી હતી, જે હવે આ સોદાના ભાગરૂપે આ વ્યવસાયમાંથી બહાર નિકળી જશે.

Share: