
હાલ ના દિવસો માં વોટ્સએપ ની ઘણી ટીકાઓ થઈ રહી છે. ઘણી વાર એવું પણ કહેવાયું છે કે આનો ઉપયોગ ઝડપથી ફેક ન્યૂઝ ફેલાવવા માટે થઈ રહયો છે જેના લીધી કેટલીક હિંસક ઘટનાઓ પણ બની ગઈ છે.
લોકસભાની ચુંટણી પૂર્વે મેસેંજર એપ વોટ્સએપ માં ફેક ન્યૂઝ ને રોકવા માટે નો પ્રયાસ કરવામાં આવી રહીયો હોય તેવું નજરે પડી રહિયું છે.વોટ્સએપ એવું નથી ઇચ્છતું કે તેની મેસેંજર એપ નો ઉપયોગ ફેક ન્યૂઝ અને દુષ્ટચાર ફેલાવવા માટે કરવામાં આવે. હાલ ના દિવસો માંવોટ્સએપ પર ઘણાં ખોટા મેસેજ મોકલવામાં આવી રહીયા છે. વોટ્સએપ માં ખોટાં મેસેજ ના કારણે તેણી ઘણી ટીકાઓ કરવામાં આવી રહી છે. જેના કારણે વોટ્સએપ એ યુઝર્સને ફેંક ન્યૂઝ થી સતર્ક રહેવા માટે એક અભિયાન ચાલવામાં આવ્યું છે અને આ અભિયાનમાં ભારતે વોટ્સએપે ટીપ ચેકિંગ લાઈનની શરૂઆત કરી છે.
આ અભિયાન દરમિયાન યુઝર્સ ફેંક ન્યૂઝ ને રિપોર્ટ કરી શકશે. વોટ્સએપ એ યુઝર્સને ફેંક ન્યૂઝ થી સતર્ક રહેવા માટે ટીપ લાઇન નંબર ની પણ શરૂઆત કરી છે. આ નંબર પર કોલ કરી યુઝર્સ કોઈ પણ ભ્રામક માહિતી ની તપાસ કરી શકે છે.
વોટ્સએપ ની આ સુવિધા હાલ ના દિવસોમાં ઘણી વ્યસ્ત રહેશે. ભારતમાં આ સુવિધા નું કામ ભારતીય મીડિયા સિકિલિંગ સ્ટાર્ટઅપ કરશે. ખોટી માહિતીઓ સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી કંપની.
મેડાન એ એવી ટેકનોલીજી વિકસાવી છે કે જેનાથી ખોટી માહિતી ઓની તપાસ કરી શકાય. આ ઉપરાંત તે અફવાઓને ડેટાબેઝ માં રાખી મૂકવા માટે પણ સક્ષમ છે. આ કંપનીએ ફેંક ન્યૂઝને રોકવા માટે નો વિસ્તાર પણ વધાર્યો છે. હાલમાં આ ટેકનોલોજી નો ઉપયોગ મૅક્સિકો અને ફ્રાંસ ની ચૂંટણી માં ફેંક ન્યૂઝ રોકવા માટે કરવામાં આવ્યો છે.