૩૦ એપ્રિલથી બંધ થઈ જશે આ સ્માર્ટફોનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર

April 05, 2019
 674
૩૦ એપ્રિલથી બંધ થઈ જશે આ સ્માર્ટફોનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર

ઇન્સ્ટાગ્રામ દ્વ્રારા જાણવા મળ્યું છે કે, તે ૩૦ એપ્રિલથી વિન્ડોઝ ફોનને સ્પૉર્ટ કરવાનું બંધ કરી દેશે. ગયા મહિને આ જાણકારી વિન્ડોઝ સેન્ટ્રલ આપી હતી.

ફેસબુક ૩૦ એપ્રિલથી તેનાં અમૂક વિન્ડોઝ ફોન એપ્લિકેશનને છોડવાની વિચારી રહ્યા છે. માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ આ વાત ની ચકાસણી કરી છે ફેસબુક આ મહિનાના અંત સુધીમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ફેસબુક લાઈટ અને મેસેન્જર એપ્લિકેશનને સ્પૉર્ટ કરવાનું બંધ કરી દેશે, હવે વિન્ડોઝ ફોનમાં આ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા માટે થર્ડ પાર્ટી એપ કે પછી વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. હાલ નક્કી નથી કે વ્હોટ્સએપ ચાલશે કે બંધ થઈ જશે, વૉટ્સઅપ અત્યારે માત્ર વિન્ડોઝ ફોન ૮.૧ અને વિન્ડોઝ ૧૦ મોબાઈલ ને સ્પૉર્ટ કરે છે.

વિન્ડોઝ સેન્ટ્રલ એ રિપોર્ટ કર્યો છે કે રેડ્ડિત પર વિન્ડોઝ યુઝર્સ ને નોટીફિકેશન મળી છે આ વિન્ડોઝ યુઝર્સ ૩૦ એપ્રિલથી ઇન્સ્ટાગ્રામ વાપરી શકશે નહીં. વિન્ડોઝ ફોન પર ફેસબુક બંધ થવાની કોઈ આશ્ચર્યજનક વાત નથી કેમ કે વિન્ડોઝે આ પ્લેટફોર્મની પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી.

આ પહેલાં, માઇક્રોસોફ્ટ એ જાહેરાત કરી હતી કે આ ૨૦૧૬ માં ખરાબ વેંચાણ પછી સત્તાવાર રીતે પોતાનો વિન્ડોઝ ફોનનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. તકનીકી દિગ્ગજે પણ ૨૦૧૮ માં સિકયોરિટી અને સોફ્ટવેર અપડેટ કરવાનું બંધ કરી દીધું છે, ફેસબુકના વિન્ડોઝના બહાર થયા પછી માત્ર એક એપ્લિકેશન રહી જશે જે યુઝર્સને મળશે તે છે વૉટ્સઅપ, કેમ કે વૉટ્સઅપને લઈને કંપનીએ અત્યાર સુધી સ્પસ્ટ કાંઈ કીધું નથી કે વ્હોટ્સએપ ચાલુ રહશે કે બંધ.

માઇક્રોસોફ્ટ આ વર્ષથી ડિસેમ્બરમાં વિન્ડોઝ ૧૦ મોબાઈલ - ૧૭૦૯ ના નવાં વર્જનને સ્પૉર્ટ કરવાનું બંધ કરી દેશે. વિન્ડોઝ ૧૦ મોબાઈલ - ૧૭૩૦ વાળા ફોનમાં જૂનથી જ સ્પૉર્ટ કરવાનું બંધ થઇ જશે.અમૂક એપ્લિકેશને પહેલાં થી જ વિન્ડોઝ ફોનને સ્પૉર્ટ કરવાનું બંધ કરી દીધું છે.

Share: