આ છે ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતના એરટેલ, વોડાફોન અને જિયોના બેસ્ટ પ્લાન

April 06, 2019
 780
આ છે ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતના એરટેલ, વોડાફોન અને જિયોના બેસ્ટ પ્લાન

ભારતના ટેલીકોમ બજારમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદ બાકી ટેલીકોમ ઓપરેટર વોડાફોન, એરટેલ અને બીએસએનએલે અગ્રેસિવ પ્રાઈસિંગમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. આ બધી કંપનીઓ ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં ૮૪ દિવસની વેલીડીટી સાથે ઘણા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. અમે તમને જણાવી દઈએ કે, એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જિયોના ૫૦૦ રૂપિયાથી ઓછાના બેસ્ટ રિચાર્જ પ્લાન અને આ પ્લાનમાં તમને શું-શું બેનેફિટ મળશે.

જિયોના ૩૯૯ અને ૪૪૮ રૂપિયાનો પ્રીપેડ રીચાર્જ

જિયોના આ પ્લાનમાં ૮૪ દિવસની વેલીડીટી સાથે ૧.૫ જીબી ડેટા પ્રતિ દિવસ મળે છે. તેના સિવાય ૧૦૦ એસએમએસ દરરોજ મળે છે. આ પ્લાન જિયો ટોટલ ૧૨૬ જીબી ડેટા ઓફર કરે છે. જયારે ૪૪૮ રૂપિયાના પ્રીપેડ રિચાર્જની વેલીડીટી પણ ૮૪ દિવસની જેમાં જિયો ૨ જીબી ડેટા આપે છે. તેના સિવાય ૧૦૦ એસએમએસ અને અનલીમીટેડ કોલિંગ પણ મળે છે. આ પ્લાનમાં ૮૪ દિવસોમાં યુઝર્સને કુલ ૧૬૮ જીબી ડેટા મળે છે.

વોડાફોનના ૩૯૯ અને ૪૫૮ રૂપિયાના પ્રીપેડ રીચાર્જ

૩૯૯ રૂપિયાના આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની છે જેમાં વોડાફોન ૧જીબી ડેટા દરરોજ આપે છે. તેની સાથે જ અનલીમીટેડ લોકલ, એસટીડી કોલિંગ અને ડેલી ૧૦૦ એસએમએસ મળે છે જયારે ૪૫૮ રૂપિયાના પ્લાનની વેલીડીટી પણ ૮૪ દિવસની છે. વોડાફોન આ રીચાર્જ પ્લાનમાં ૧.૫ જીબી ડેટા પ્રતિદિવસ મળે છે. દરરોજ ૧૦૦ એસએમએસ પણ આ પ્લાનની સાથે મળે છે.

એરટેલના ૩૯૯ અને ૪૪૮ રૂપિયાના પ્રીપેડ રીચાર્જ

૩૯૯ રૂપિયાના આ રીચાજ પ્લાનમાં એરટેલ ૧ જીબી ડેટાની સાથે ૧૦૦ એસએમએસ અને અનલીમીટેડ કોલિંગ આપે છે જયારે ૪૪૮ રૂપિયાના પ્લાનમાં એરટેલ ૧.૫ જીબી ડેટા દરરોજ આપે છે અને ૧૦૦ એસએમએસ પણ મળે છે. તેના સિવાય અનલીમીટેડ લોકલ, એસટીડી કોલિંગ પણ આ પ્લાનમાં એરટેલ ઓફર કરે છે.

Share: