બે વિધાર્થીએ એપલને લગાવ્યો 6 કરોડનો ચૂનો, 2017 થી ચાલતો હતો ગેમ પ્લાન

April 07, 2019
 632
બે વિધાર્થીએ એપલને લગાવ્યો 6 કરોડનો ચૂનો, 2017 થી ચાલતો હતો ગેમ પ્લાન

ટેક્નોલૉજીની સૌથી મોટી જાણીતી એપલ કંપનીને બે ચીનના વિદ્યાર્થીઓએ છ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ બનાવ અમેરિકાના ઓરેગોનથી થયો છે. ધ વર્જની રિપોર્ટ મુજબ, આ બે ચીની વિદ્યાર્થીઓએ આઇફોનને બદલવાના નામથી એપલ સાથે છેતરપિંડી કરી છે. આ બંને વિદ્યાર્થીઓ વિરુદ્ઘ સંઘીય કોર્ટમાં કેસ ચાલી રહીયો છે. આવો જાણીએ આખી ઘટનાનો બનાવ...

2017 થી ચાલતો હતો ગેમ પ્લાન

આ રમત વર્ષ 2017 માં શરૂ થઈ હતી જ્યારે એન્જીનિયરિંગ વિદ્યાર્થી યાંગયાંગ ઝૌઉ અને ક્વાન જિયાંંગે નકલી આઇફોનની દાણચોરી કરવાનું શરૂ કર્યું હતું. આ બે વિદ્યાર્થીઓ ચીનથી આઇફોન લઈને અમેરિકા જતા હતા. તેના પછી તે આઇફોનને સર્વિસ સેન્ટર રીપેરીંગ અથવા બદલવા માટે લઈ જતા હતા અને કહેતા હતા કે તેને નકલી આઇફોન આવ્યો છે. અંગ્રેજી વેબસાઇટ ધ વર્જની રિપોર્ટમાં કહ્યું છે,કે આ બંને વિદ્યાર્થીઓએ સર્વિસ સેન્ટર પર સૌથી વધુ આઈફોન ચાલુ ના થવાની ફરિયાદ કરતા હતા.

એપલે નકલી ફોનના બદલે આપ્યા અસલી આઈફોન

મોટાભાગના કિસ્સાઓમાં, એપલે આ બે વિદ્યાર્થીઓની ફરિયાદો પછી તેમને અસલી આઈફોન આપ્યા હતા. કહેવાય છે કે આ ઘટનામાં, એપલને લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે આઇફોનને સર્વિસ સેન્ટરમાં મોકલવામાં આવતો હતો તે ચીનમાં ખરીદવામાં આવેલા હતા. જાણકારી મુજબ, બંને વિદ્યાર્થીઓએ 3,069 આઇફોન વોરંટી માટે દાવો કર્યો હતો, જેમાં ઍપલે 1,493 દાવાઓનો સ્વીકાર કર્યો હતો.

કોર્ટમાં આ જ બંને વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે નકલી ફોન વિશે જાણતા ન હતા. જ્યારે ચીન પર ગેરકાયદે માલની નિકાસ કરવાનો આરોપ છે, અને જિયાંગ પર ગેરકાયદે માલની દાણચોરી અને દગાબાજીનો પણ આરોપ છે. 2018 માં, જિયાંગને લાંબા સમયથી જીપીએસ દ્વારા ટ્રેક કરવામાં આવ્યો હતો.

Share: