ચીની કંપની શાઓમીએ લોન્ચ કર ટુ-વે ફાસ્ટ ચાર્જિગ પાવરબેંક

December 05, 2018
 325
ચીની કંપની શાઓમીએ લોન્ચ કર ટુ-વે ફાસ્ટ ચાર્જિગ પાવરબેંક

ચીની કંપની શાઓમીએ માર્કેટમાં ૨૦૦૦૦mAH ના ZMI Aura 27W પાવરબેન્કને લોન્ચ કરી દીધી છે. તેમાં 27W ની ચાર્જિગ પાવર અને ટુ-વે ફાસ્ટ ચાર્જિગનો ઓપ્શન છે. કંપની દ્વ્રારા લોન્ચ કરવામાં આવેલ આ પાવરબેન્કનિ ચીનમાં વેચાણ માટે બુધવારથી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેની કિંમત ૧૯૯ યુઆન (લગભગ ૨૦૪૮ રૂપિયા) રાખવામાં આવી છે. આ કંપનીના ઓફિશિયલ સ્ટોર અને ZMI Tmall ઓફિશિયલ સ્ટોરથી ખરીદી શકાશે. જ્યારે ભારતમાં તેની ઉપલબ્ધતાનિ લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

PC+ABS પ્લાસ્ટિક

તેનો શેલ PC+ABS પ્લાસ્ટિકથી બનેલો છે જો કે એનવાયરનમેંટ-ફ્રેન્ડલી મેટરીઅલ છે. તેના સિવાય તેનું સરફેસ મેટ પ્રોસેસથી બનેલું છે. ડિવાઈસ માં ૨૦,૦૦૦mAh બેટરીની ક્ષમતા છે જે તેને ઘણું શાનદાર બનાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, શાઓમી ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સનો વિસ્તાર કરવા ઈચ્છે છે. કંપની તેની તૈયારીમાં જોડાયેલી છે. શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને થોડા સમય પહેલા આ વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, કંપની ભારતમાં બે અન્ય પ્લાન્ટ્સ લગાવવા પર વિચાર કરી રહ્યા છે. 

Share: