વાઈફાઈ હોટસ્પોટ સર્વિસ લાવી રહી છે એરટેલ, ફ્રી મળશે ૧૦ જીબી ડેટા

April 07, 2019
 782
વાઈફાઈ હોટસ્પોટ સર્વિસ લાવી રહી છે એરટેલ, ફ્રી મળશે ૧૦ જીબી ડેટા

નુકસાનથી બચવા માટે ટેલિકોમ કંપનીઓ અવારનવાર નવી-નવી ઓફર્સ, પ્લાન્સ અને આઈડિયા લઈને આવતી રહે છે. આ બાબતમાં ભારતી એરટેલ પોતાના ગ્રાહકો માટે વાઈફાઈ ઝોન સર્વિસ લાવવાની છે. ટેલીકોમ ટોક રિપોર્ટ અનુસાર એરટેલ વાઈ-ફાઈ ઝોન સર્વિસ દ્વ્રારા ગ્રાહક ૫૦૦ લોકેશન્સ પર વાઈ-ફાઈ હોટસ્પોટથી કનેક્ટ થઈ શકશે. એરટેલ ગ્રાહક માટે આ સેવા ફ્રી હશે અને તે પોતાના દ્વ્રારા પસંદ કરેલ પ્લાન મુજબ તેનો લાભ ઉઠાવી શકશે.

શરૂઆતી રાઉન્ડમાં એરટેલે આ સેવાને પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરશે. તેમ છતાં એરટેલે પોતાની આ સેવાને કેટલાક લોકેશન્સ પર આપવાનું શરૂ કરી દીધું છે. એરટેલે પોતાની વેબસાઈટ પર તે લોકેશન્સની ડીટેલ શેર કરી છે જ્યાં આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. એરટેલ વાઈ-ફાઈ ઝોનની આ સેવા સાર્વજનિક સ્થાનો જેવી કોલેજ, એરપોર્ટ, હોસ્પિટલ વગેરે જગ્યાએ ઉપલબ્ધ હશે. જો તમે એરટેલના વાઈ-ફાઈ ઝોનમાં છે, તો તમને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ માય એરટેલ એપમાં જઈને માય વાઈફાઈ ઓપ્શન પર ટેપ કરવું પડશે. ત્યાર બાદ તમને એપ દ્વ્રારા માગવામાં આવનારી પરમીશનને એક્સેપ્ટ કરવી પડશે. તેના સિવાય તમે ઓટીપી દ્વ્રારા પણ વાઈ-ઝોનથી કનેક્ટ થઈ શકે છે. તેના માટે તમારે વાઈ-ફાઈ નેટવર્ક પર સાઈન-ઇન કરવું પડશે. અહીં તમને એરટેલ યુઝર્સનું એક ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે.

ઓટીપી વેરીફાઈ થયા બાદ તમે ઈન્ટરનેટ ઉપયોગ કરી શકશો. એરટેલ વાઈ-ફાઈ ઝોન વિશેમાં વાત કરતા કંપનીએ જણાવ્યું છે કે, આ નવી સેવામાં અનલીમીટેડ કોમ્બો પ્લાનના ગ્રાહકને ઉપયોગ કરવા માટે ૧૦ જીબીનો ડેટા આપવામાં આવશે જે સીધો તેમના એકાઉન્ટમાં ક્રેડીટ થશે. એરટેલ ગ્રાહકો પોતના લેફ્ટઓવર ડેટાને માય એરટેલ એપ અથવા એરટેલ સેલ્ફ કેર વેબસાઈટ પર ચેક કરી શકો છો. એરટેલ દ્વ્રારા આપવામાં આવનાર ૧૦ જીબી ફ્રી વાઈ-ફાઈ ડેટા પહેલાથી નક્કી કરવામાં આવેલી વેલીડીટી સાથે આવે છે. આ વેલીડીટી યુઝર્સના પ્રીપેડ પ્લાન મુજબ અલગ-અલગ હોઈ શકે છે. તેમ છતાં એરટેલની આ સેવાને દિલ્હી, કર્ણાટક, પુણે અને હૈદરાબાદના ઘણા લોકેશન પર શરૂ કરવામાં આવી ચુકી છે અને બતાવવામાં આવી રહ્યું છે કે, એરટેલ જલ્દી જ આ સેવાનો વિસ્તાર કરતા અન્ય લોકેશન્સ પર પણ ઉપલબ્ધ કરાવી દેશે.

Share: