સેમસંગ ગેલેક્સી એ૨૦ નો ભારતમાં પ્રથમ સેલ,રેડમી નોટ 7 ને આપશે ટક્કર

April 08, 2019
 956
સેમસંગ ગેલેક્સી  એ૨૦ નો ભારતમાં પ્રથમ સેલ,રેડમી નોટ 7 ને આપશે ટક્કર

સેમસંગ ને હમણા જ પોતાની સીરીજનો નવો સ્માર્ટફોન સેમસંગ એ૨૦ લોન્ચ કર્યો છે.આ સ્માર્ટફોન નો ભારતમાં પ્રથમ સેલ છે.તમને જણાવીએ કે કંપનીની એ સીરીજ ના બીજા સ્માર્ટફોન પહેલાથી જ બજારમાં મુક્યા છે.આ ગેલેક્સી એ૧૦,ગેલેક્સી એ૩૦ અને ગેલેક્સી એ૫૦ છે.સેમસંગ ગેલેક્સી એ૨૦ સ્માર્ટફોન ની ભારતમાં કિંમત ૧૨,૪૯૦ રૂપિયા છે.આ સ્માર્ટફોન માત્ર 3GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમોરી હોય છે.ગેલેક્સી એ૨૦ બ્લેક,બ્લુ,અને લાલ રંગમાં હશે.આ સ્માર્ટફોન ને સેમસંગ ઈ-સ્ટોર,સેમસંગ ઓપેરા હાઉસ,ઓનલાઈન વેબસાઈટ અને દેશભરમાં રીટેલ સ્ટોર્સ માં ખરીદી શકાશે.

આના ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં ૬.૪. ઇંચ સુપર AMOLED ઇફીનિટી V ડિસ્પ્લે આપવામાં આવી છે.આ ફોન ને પાવર આપવા માટે સ્માર્ટફોન માં Exynos 7884 ઓક્ટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની ઇન્ટરનલ મેમોરી 32GB ની છે જેણે માઇક્રોએસડી કાર્ડ થી 512GB સુધી વધારી શકાય છે.

ફોનમાં કેમેરાની વાત કરીએ તો આમાં ડુઅલ રીયર કેમેરો આપવામાં આવ્યો છે.આ ફોનમાં એક કેમેરો 13 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે.તે જ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિઓ કોલિંગ માટે 8 મેગાપિક્સેલ નો કેમેરો આપવામાં આવ્યો છે.ફોનમાં પાવર બેકઅપ માટે 4,000mAH ની બેટરી આપવામાં આવી છે.આ ફોન ફાસ્ટચાર્જીંગ સપોર્ટ સાથે જ આવે છે,આમાં 15 વોલ્ટ નું ચાર્જ આપ્યું છે.ફોન માં સિક્યોરીટીનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે.ફોનમાં રીયર પૈનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.

ભારતમાં રેડમી નોટ 7ની શરૂઆત કિંમત 9.999 રૂપિયા છે.આ કિંમત 3GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમેરી ની વોરેટી છે.આમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમોરી વાળી વોરંટી ની કિંમત 11,999 રૂપિયા છે.રેડમી નોટ 7 માં કંપની ને 6.3 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપી છે.આ ફોનમાં 12મેગાપિક્સેલ અને 2 મેગાપિક્સેલ નો ડુઅલ રીયર કેમેરો આપવામાં આવ્યો છે.જયારે ફ્રંટ માં 13 મેગાપિક્સેલ નો એઆઇ કેમેરો આપવામાં આવ્યો છે.આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નૈપડ્રૈન 660 પ્રોસેસર પર કામ કરે છે.આ ફોન 4000 એમએએચ ની બેટરી ની સાથે આવે છે.જે ક્વિક 4 સપોર્ટ કરે છે.

Share: