ભારતમાં નિર્મિત 'ધનુષ' તોપ આજે સેનામાં શામેલ કરાશે, ૪૫ કિલોમીટર સુધી કરી શકશે વાર

April 08, 2019
 931
ભારતમાં નિર્મિત 'ધનુષ' તોપ આજે સેનામાં શામેલ કરાશે, ૪૫ કિલોમીટર સુધી કરી શકશે વાર

ભારતીય સૈન્યમાં આજે પર્વતો અને રેગિસ્તાનમાં દુશ્મનોનો નાશ કરવા સક્ષમ એવી ધનુષ તોપ સામેલ થશે. જબલપુરમાં ગન કૅરેજ ફેક્ટરી (જીસીએફ) ઔપચારિક કાર્યક્રમમાં છ ધનુષ તોપ સેનાના અધિકારીઓને સોંપવામાં આવશે. આ ધનુષ તોપને કાનપુર ઓએફસી અને ફિલ્ડ ગન ફેક્ટરી દ્વારા સંયુક્ત રીતે નિર્મિત કરવામાં આવી છે.

ધનુષ સ્વીડિશ તોપ બોફોર્સનું સ્વદેશી સંસ્કરણ છે. તેના 95 ટકાથી વધુ ભાગોમાં સ્પેર પાર્ટ્સ સ્વદેશી છે. સૈન્ય દ્વારા કરાયેલા પરીક્ષણમાં આ બંદૂક દરેક મૌસમમાં તેનો ઉપયોગ કરી શકાય તેમ સાબિત થઈ ગઈ છે. કાનપુર અને ફિલ્ડ ગન ફેક્ટરીમાં આ ધનુષ તોપનું મોટા પાયે બનાવાનું શરૂ કરી દીધું છે. આ ધનુષ તોપને, ભારતીય સેના અને સંરક્ષણ મંત્રાલયે 19 મી ફેબ્રુઆરીએ લીલી ઝંડી આપી હતી. 2022-23 સુધીમાં 114 ધનુષ તોપ ભારતીય સૈન્યને સોંપવામાં આવશે. ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના નાયબ નિયામક અને જનસંપર્ક અધિકારી ગગન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સોમવારે યોજવામાં આવેલ કાર્યક્રમમાં સેનાને પહેલી છ ધનુષ્ય તોપ આપવામાં આવશે.

ધનુષ ની સફર

વર્ષ 2000 માં ઓર્ડન્સ ફેક્ટરી કાનપુર (ઓએફસી) દ્વારા બોફોર્સની બેરલ અપગ્રેડ કરવાની દરખાસ્ત સંરક્ષણ મંત્રાલયમાં કરવામાં આવી હતી. ફેક્ટરીએ દેશમાં પ્રથમ વખત સાત મીટર લાંબી બેરલ તૈયાર કરી, જેને 2004 માં સૈન્ય દ્વારા મંજૂર આપવામાં આવી હતી. બેરલ તૈયાર થયા પછી, તેને તોપ બનાવવાની દરખાસ્ત મોકલવામાં આવી. આ પછી 2011 માં, બોફોર્સ તોપની ટેક્નોલોજી અને ભારતમાં બનાવવાની મંજૂરી માટે સ્વીડન કંપનીએ 63 મહિનાનો સમય માંગ્યો હતો. આ સમય દરમિયાન, ઓએફસીએ તોપ બનાવવાની દરખાસ્તની પણ સેનાને ઓફર કરી. સૈન્યએ 18 મહિનાનો સમય આપ્યો હતો. ઓએફસી, ફિલ્ડ ગન અને ડીઆરડીઓએ, ઓછા સમયમાં એક સારી નવી તોપ બનાવી અને તેને સૈન્યને આપી દીધી.

ધનુષ તોપ વિશે એક નજર

- બેરલનું વજન 2692 કિલો

- બેરલની લંબાઇ આઠ મીટર

- રેંજ 42-45 કિલોમીટર

- એક મિનિટમાં બે વાર પ્રહાર કરવાની ક્ષમતા

- સતત બે કલાક પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે

- ગોળાનું વજન 46.5 કિલો

Share: