
આજના સમયમાં મોટા ભાગના લોકોમાં સેલ્ફીનો ક્રેઝ છે. લોકો પોતાના સ્માર્ટફોનથી કોઈ પણ જગ્યાએ સેલ્ફી લેતા જોવા મળી જાય છે. ક્યારેક-ક્યારેક તો સેલ્ફી લેવામાં એટલા ખોવાઈ જાય છે કે, તેમને એ અંદાજો પણ નથી રહેતો કે, તે જગ્યા કેવી છે. જી હા, આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે થાઈલેન્ડના ફુકેટ આઈલેન્ડ પર ચર્ચિત બીચ પર સેલ્ફી લેવા પર ટુરિસ્ટને મૃત્યુની સજા આપવામાં આવે છે. આ વાત તદ્દન સાચી છે.
પ્રાપ્ત માહિતી મુજબા, થાઈલેન્ડના સુરક્ષા અધિકારીઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, નજીકથી ફ્લાઈટ ઉડવાના કારણે લોકોને અહીં સેલ્ફી લેવાની ના પાડવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, નિયમ તોડનાર ટુરિસ્ટને મહત્તમ મૃત્યુની સજા થઈ શકે છે.
વાસ્તવમાં, તેમને લાગે છે કે, સેલ્ફી લેવાથી નજીકથી ઉડી રહેલી ફ્લાઈટના બેસેલ પાયલટનું ધ્યાન વિચલિત કરી શકે છે અને ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. તેના માટે બીચ પર એક ઓફીસ બનાવવમાં આવશે, ત્યાં ટુરિસ્ટને સેલ્ફી લેવાનો ઇનકાર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આઈલેન્ડ પર આવેલ એરપોર્ટ ઘણું વ્યસ્ત રહે છે અને અહીંના લોકો પાસે ઉડતા પ્લેનની સાથે ઘણી વખત સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. આ જ કારણે આ પોપ્યુલર ટૂરિસ્ટ એટ્રેક્શન પણ બની ગયું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ ફોટોસમાં જેટ ટુરિસ્ટની નજીકથી પસાર થતા જોવા મળે છે. તેમ છતાં આ ફોટોસના કારણે એરપોર્ટના અધિકારી હેરાન થઈ ગયા છે.
અત્યાર સુધી વોર્નિંગ આપવામાં આવી હોવા છતાં ટુરિસ્ટ સેલ્ફી લેવા અહી પહોંચી રહ્યા છે. તેમ છતાં, અધિકારીઓએ એ નથી જણાવ્યું કે, કેવી તસ્વીર ખેંચવાથી ફ્લાઈટની સુરક્ષા ખતરામાં પડી શકે છે.
પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, જેવી રીતે ડ્રોન અથવા લેઝર પેનથી પાયલટ વિચલિત થઈ શકે છે, તેવી રીતે સેલ્ફીથી પણ અસર પડી શકે છે.