એપલ, ફેસબુક અને ગૂગલ પર આપત્તિજનક કન્ટેન્ટ સામે કાર્યવાહી માટે વધ્યું દબાણ

April 09, 2019
 418
એપલ, ફેસબુક અને ગૂગલ પર આપત્તિજનક કન્ટેન્ટ સામે કાર્યવાહી માટે વધ્યું દબાણ

યુરોપમાં સોમવારે ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ એપલ, ફેસબુક અને ગૂગલ પર આપત્તિજનક કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવાનો દબાવ વધી ગયો છે. યુરોપીયન દેશોને સખ્ત નિયમોનો પ્રસ્તાવ આપ્યો છે જેથી આ ઈન્ટરનેટ કંપનીઓને આતંકવાદી પ્રોપગેન્ડા અને ચાઈલ્ડ પોર્ન જેવી સામગ્રી બ્લોક કરવા માટે મજબુર કરે છે.

બ્રિટેને સોશિયલ મીડિયા માટે પોતાની તરફથી પ્રથમ દેખરેખ સંસ્થા બનાવવા માટેની અપીલ કરી છે જે અધિકારીઓ પર દંડ ફટકારી શકે અને એટલું જ નહીં કંપનીઓ પર પ્રતિબંધ લગાવી શકે. યુરોપીયન સંસદીય સમિતિએ એક સુરક્ષા કાયદાની મંજુરી આપી દીધી હતી જેનાથી ઈન્ટરનેટ કંપનીઓને આંતકવાદથી જોડાયેલ સામગ્રી દુર કરવી અથવા દંડનો સામનો કરવાની જોગવાઈ છે. તેના પર અરબો-ડોલર-પાઉન્ડ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. બ્રિટેનના ગૃહ સચિવ સાજીદ જાવેદે જણાવ્યું છે કે, “અમે આ કંપનીઓને હંમેશા માટે પોતાના કામને ઠીક કરવા માટે મજબુર કરી રહ્યા છે.” ઓસ્ટ્રેલિયાએ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ દ્વ્રારા “ડરાવણી હિંસક સામગ્રી” તાત્કાલિક દૂર નહીં કરવાનો ગુનો બનાવી દીધો.

બ્રિટીશ યોજનાથી ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓને આ સાઈટોનો ઉપયોગ કરનાર લોકોને ‘હાનીકારિક સામગ્રી’ થી બચવાની જરૂરત હશે. બીજી તરફ, કેનાડા સરકારે સોમવારે ફેસબુકના કટ્ટર દક્ષિણપંથી કાર્યકર્તાઓ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. ન્યુઝીલેન્ડ હુમલા બાદ ફેસબુકે નફરત ફેલાવનાર સમૂહોની તપાસ માટે નવા પગલા ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેસ્બુકે સોમવારે ફેથ ગોલ્ડી, કેવિન ગોઉડ્રુયુ સહિત પ્રમુખ નાગરીકો અને ઘણા અન્ય સમૂહોને પ્રતિબંધિત કરી દીધા છે. આ બધાને શ્વેત જાતિવાદી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

Share: