મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર મોકલશે નાસા

April 10, 2019
 995
મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર મોકલશે નાસા

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ જણાવ્યું છે કે તે 2020 ના મિશન હેઠળ મંગળ ગ્રહ પર હેલિકોપ્ટર મોકલશે. મિશન હેઠળ નાસા મંગળની સપાટી પર નેક્સ્ટ જનરેશન રોવર મોકલશે. આવું પહેલીવાર બનશે, જ્યારે કોઈ અન્ય ગ્રહ પર આ પ્રકારના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.

રીમોટ થી ચાલતું માર્સ હેલિકોપ્ટર, આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તે મંગળના પાતળા વાયુમંડળમાં ઉડાન ભરી શકે. આ યાન માં બે કાઉન્ટર રોટેટિંગ બ્લેડ હશે અને તેનો વજન લગભગ 4 પાઉન્ડ એટલે કે 1.8 કિલોગ્રામ હશે.

નાસાએ કહ્યું કે આ યાનનું માળખું એક બોલ જેવું હશે. તેના બ્લેડ લગભગ 3000 આરપીએમ ની ઝડપથી ફરશે, જે પૃથ્વી પર ચાલતું હેલિકોપ્ટરની સરખામણીમાં તે 10 ગણું ઝડપી છે.

નાસાના જેટ પ્રપ્લેજન લેબોરેટરીમાં માર્સ હેલિકોપ્ટર પ્રોજેકટના મેનેજર મિમી આંગ કહે છે, પૃથ્વી પર હજુ સુધી હેલિકોપ્ટરએ 40 હજાર ફીટની ઊંચાઈ સુધી ઉડ્ડાન ભરી છે. મંગળનું વાયુમંડળ ફક્ત 1 ટકા જ પૃથ્વી જેવું છે, તેથી જ્યારે આપણું હેલિકોપ્ટર મંગળનું સપાટી પર હશે તો તે જેટલી ઊંચાઈ પર હશે તે પૃથ્વીથી 1 લાખ ફીટની ઊંચાઈ બરોબર હશે.

નાસાના અધિકારીઓએ જણાવ્યું કે રોટરક્ર્રાફ્ટ લાલ ગ્રહની સપાટી પર એક ગાડીના આકારની યાન સાથે જશે. હેલિકોપ્ટરને મંગળ ગ્રહની સપાટી પર છોડ્યા પછી, આ યાન એક સુરક્ષિત અંતરથી આદેશ આપતું રહેશે. નાસાએ કહ્યું કે પૃથ્વી પર નિયંત્રક આ હેલિકોપ્ટરને મંગળ પર ત્યારે મોકલવામાં આવશે, જ્યારે તેની બેટરીઓ ચાર્જ થશે, અને બધાં પરિક્ષણ પૂર્ણ થઈ જશે.

નાસાના એડમિનિસ્ટ્રેટર બ્રિડેનસ્ટીનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈ અન્ય ગ્રહના આકાશ પર હેલિકોપ્ટર ઉડાડવાનો વિચાર ખૂબ જ ઉત્તેજક છે. આ હેલિકોપ્ટર મોકલવાનો હેતુ મંગળ ગ્રહ પર આ પ્રકારના હેલિકોપ્ટરનો ઉપયોગ જાણવા માટે છે.

Share: