એરટેલે પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

April 10, 2019
 651
એરટેલે પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

એરટેલે પોતાના ૩૪૫ રૂપિયા અને ૫૫૯ રૂપિયા વાળા બે ફર્સ્ટ રીચાર્જ પ્લાન બંધ કરી દીધા છે જયારે કંપની એક નવા ૨૪૮ રૂપિયા વાળા એફઆરસી પ્લાન લઈને આવી છે. ૨૪૮ રૂપિયા વાળાનો આ પ્લાન એરટેલના ફર્સ્ટ ટાઈમ યુઝર્સ માટે ૨૨૯ રૂપિયા વાળા પ્લાનને રિપ્લેસ કરી શકે છે.

એરટેલ ૨૨૯ રૂપિયા વાળા ફર્સ્ટ રિચાર્જ પ્લાનના વિકેલ્પ તરીકે પોતાનો નવો ૨૪૮ રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ નવા પ્લાન સાથે દરરોજ ૧.૪ જીબી ૪જી ડેટા, અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ વોઈસ કોલિંગ સાથે ૧૦૦ એસએમએસ દરરોજ આપવામાં આવશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. એરટેલનો આ પ્લાન દુનિયાભરમાં બધા સર્કલ્સ માટે વેલીડ છે. તમને જણાવી દઈએ કે, પ્રીપેડ અને પોસ્ટપેડ સેગ્મેન્ટથી અગલ ભારતી એરટેલે જિયોફાઈને ટક્કર આપવા માટે પણ થોડા દિવસો પહેલા નવો સિક્સ મંથ એડવાન્સ રેંટલ પ્લાન શરુ કર્યું છે. આ પ્લાન દ્વ્રારા ભારતી એરટેલ રિલાયન્સ જિયોના જિયોફાઈને ટક્કર આપશે. એરટેલે પોતાના ૪જી હોટસ્પોટ પ્લાન્સને પણ રિવાઈસ કર્યો છે. ટેલીકોમ ટોકની રીપોર્ટ અનુસાર હાવે કંપની પહેલા જેટલી જ કિંમતમાં ૫૦૦ ટકા વધુ ડેટા આપી રહી છે.

ખાસ વાત એ છે કે, જે યુઝર્સ ૬ મહિનાથી વધુનો એડવાન્સ રેંટલ પ્લાન પસંદ કરશો તો તમને કોઈ વધારાની રકમ ચુકવ્યા વગર હોટસ્પોટ ડીવાઈસ મળશે. તેના પર એરટેલ ૩૯૯ રૂપિયા અને ૫૯૯ રૂપિયાના ટેરિફ પ્લાન્સ પણ આપી રહી છે. ૩૯૯ રૂપિયાના પ્લાનને ૬ મહિના માટે પસંદ કરવા માટે ૨૪૦૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે ડીવાઈસ માટે ૯૯૯ રૂપિયા આપવા પડશે નહીં. આવી રીતે ૫૯૯ રૂપિયાના પ્લાનને ૬ મહિના માટે પસંદ કરવા માટે યુઝર્સને ૩૬૦૦ રૂપિયા આપવા પડશે અને એરટેલ ૪જી હોટસ્પોટ ડીવાઈઝ ફ્રી મળશે.

Share: