આઈપીએલ માટે બીએસએનએલે લોન્ચ કર્યા બે નવા પ્લાન

April 11, 2019
 671
આઈપીએલ માટે બીએસએનએલે લોન્ચ કર્યા બે નવા પ્લાન

બીએસએનએલે બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરી દીધા છે. કંપનીએ આ પ્લાનની કિંમત ક્રમશ: ૧૯૯ રૂપિયા અને ૪૯૯ રૂપિયા છે. બીએસએનએલે બંને પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલીમીટેડ વોઈસ કોલ, પ્રતિદિવસ ૧ જીબી ડેટા અને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસની સુવિધાથી આપી છે. બીએસએનએલનો ૧૯૯ રૂપિયા વાળો પ્રીપેડ રીચાર્જ ઉત્તરનાં રાજ્યોમાં ૨૦૧ રૂપિયામાં ઉપલબ્ધ છે. યુઝર્સને એસએમએસ અલર્ટ દ્વ્રારા ક્રિકેટ સ્કોર પણ મળશે. તેના સિવાય આઈપીએલ કેન્દ્રિત આ બીએસએનએલ રિચાર્જ પ્લાનમાં અનલીમીટેડ ફ્રી સોંગને કોલર ટયુન માટે સેટ કરવાનો પણ વિકલ્પ છે, તેના માટે તમારે ૫૬૭૦૦ પર કોલ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, બીએસએનએલના ૧૯૯ રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનની ૨૮ દિવસની વેલીડીટી છે જયારે ૪૯૯ રૂપિયા વાળા પ્લાન ૯૦ દિવસની વેલીડીટી સાથે આવે છે. બીએસએનએલના નવા રિચાર્જ પ્લાન પ્રીમીયમ કોલર ટયુન સપોર્ટની સાથે આવે છે. તેમની મદદથી મેચ દરમિયાન બીએસએનએલ યુઝર્સના નંબર પર કોલ કરવાથી કોલર્સને ક્રિકેટનો સ્કોર સંભળાશે. બીએસએનએલે ટ્વીટ દ્વ્રારા આઈપીએલ ૨૦૧૯ પ્લાનની જાહેરાત કરી છે. બીએસએનએલે ૧૯૯ રૂપિયા વાળા પ્રીપેડ રીચાર્જ પ્લાન ઉતાર્યો છે જે અનલીમીટેડ વોઈસ કોલ, પ્રતિદિવસ ૧ જીબી ડેટા અને પ્રીતીદીવસ ૧૦૦ એસએમએસની સુવિધાની સાથે આવે છે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. જયારે, કંપનીના ૪૯૯ રૂપિયા વાળા પ્લાનમાં પણ સમાન બેનીફીટ આપવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્લાન ૯૦ દિવસની વેલીડીટી સાથે આવે છે.

Share: