આ શહેરની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા નથી,જાણો શું છે રહસ્ય

July 14, 2019
 683
આ શહેરની ઘડિયાળમાં ક્યારેય ૧૨ વાગતા નથી,જાણો શું છે રહસ્ય

ટેબલ ઘડિયાળ હોય કે પછી હાથની ઘડિયાળ, જેવી પણ ઘડિયાળ હોય ૧૨ જરૂર વાગે છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘડીયાળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમાં ક્યારેય ૧૨ પણ વાગતા નથી. આ ઘડિયાળ કોઈ બીજી નથી પરંતુ દુનિયાનું સુંદર સ્વિટ્ઝર્લેન્ડનું એક શહેર છે. આ શહેર ખુબ જ સુંદર છે. આ શહેરનું નામ સોલોથર્ન છે. આ શહેરની સૌથી ખાસ વાત એ છે કે, આ શહેરના લોકોને ૧૧ નંબરથી ઘણો પ્રેમ છે. અહીંની મોટા ભાગની વસ્તુની ડીઝાઈન આ નંબરની આજુબાજુ હોય છે.

અહિયાં ચર્ચ અને ચેપલ્સની સંખ્યા પણ ૧૧-૧૧ છે. ઐતિહાસિક ઝરણાં, સંગ્રહાલય અને ટાવરો પણ ૧૧ નંબરના છે. અહિયાં સેન્ટ ઉર્સસની મુખ્ય ચર્ચમાં પણ ૧૧ નંબર પર લોકોનો પ્રેમ ભાવ જોવા મળે છે. આ ચર્ચ ૧૧વર્ષમાં બનીને તૈયાર થયું હતું. અહિયાંની સીડીઓના ત્રણ સેટ છે. જે દરેક સેટમાં ૧૧ પંક્તિઓ,૧૧ દરવાજા,૧૧ ઘંટડીઓ અને ૧૧ વેદીઓ છે.

આ નંબર પ્રત્યે અહીયાના લોકોનો એટલો પ્રેમ છે કે, અહિયાં દરેક ચીજ વસ્તુઓમા ૧૧ નંબર જ જોવા મળી જશે. લોકોના જીવનમાં આ ૧૧ નંબર નું ખુબ જ મહત્વ છે. અહીંનાના લોકો ૧૧ માં જન્મદિવસ પર ખાસ કરીને સેલીબ્રેટ કરે છે. આ દરમિયાન જે કઈ ગીફ્ટ આપવામાં આવે છે તેમાં ૧૧ નંબરથી જોડાયેલ હોય છે. જેમ કે ઓફિ બીયર ૧૧,૧૧-આઈ ચોકોલેંડ.

આ કારણ થી અહિયાં એક આ એવી ઘડિયાળ છે. જ્યા ક્યારેય પણ ૧૧ વાગતા નથી. આ શહેરના ટાઉનહોલ ના સ્ક્વેયર પર એક ઘડિયાળ લાગેલી છે જે ઘડિયાળમાં કલાકના માત્ર ૧૧ જ કાંટા છે. ૧૨ તેમાંથી ગુમ છે.

Share: