વોટ્સએપે ઉમેર્યું નવું ફીચર્સ, ૩૦ ઓડિયો ફાઈલ એક સાથે મોકલી શકાશે

April 12, 2019
 788
વોટ્સએપે ઉમેર્યું નવું ફીચર્સ, ૩૦ ઓડિયો ફાઈલ એક સાથે મોકલી શકાશે

સૈન ફ્રાન્સિસ્કોએ ફેસબુક સાથે જોડાયેલા ફોટો મેસેજિંગ એપ્લિકેશન વૉટ્સઅપે નવા યુઝર ઇન્ટરફેસ સાથે 'ઓડિયો પીકર' રજૂઆત કરી છે. આ અઠવાડિયે 'વેબઇટિંઈફો' એ જણાવ્યું હતું કે, "વૉટ્સઅપે તાજેતરમાં 'ઓડિયો પીકર' રજૂ કર્યું છે. આ નવી સુવિધામાં 30 ઑડિઓ ફાઇલને એક સાથે મોકલી શકાશે.

આ સુવિધામાં ફાઈલ મોકલતાં પહેલા પ્લે કરી શકાશે, આ પહેલાં એકવારમાં માત્ર એક ઑડિયો ફાઈલ મોકલી શકતા હતાં હવે આ નવી સુવિધાઓ વૉટ્સઅપના 2.19.89 બીટા અપડેટમાં આપવામાં આવશે.

આ ઉપરાંત વૉટ્સઅપે આ એપ્લિકેશન અપડેટમાં વધારે ડિવાઇસને સ્પોર્ટ કરી શકશે અને વૉટ્સઅપ દ્વારા ફેલાતાં ખોટા મેસેજ ની તપાસ કરવાની સુવિધા આપેલ છે.

વૉટ્સઅપ દ્વારા ફેલાતી ખોટી માહિતી ઘટાડવા માટે વૉટ્સઅપે 'ફોરવર્ડિંગ ઇકો' અને 'ફ્રિકેન્ટલી ફોર્વર્ડેડ મેસેજ' નામના બે નવી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આના પરથી જાણી શકાશે કે આ મેસેજ કેટલીવાર મોકલવામાં આવ્યો છે.

Share: