૨૩ રૂપિયાની કિંમતમાં એરટેલે લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન

December 06, 2018
 680
૨૩ રૂપિયાની કિંમતમાં એરટેલે લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન

એરટેલે ૨૩ રૂપિયાની કિંમતમાં નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સનિ બધા લોકલ અને એસટીડી કોલ માટે ૨.૫ પૈસા પ્રતિ સેકન્ડ ખર્ચ કરવા પડશે. જયારે લોકલ એસએમએસ માટે ૧ રૂપિયો અને એસટીડી માટે ૧.૫ રૂપિયા આપવા પડશે. પ્રીપેડ સબ્સક્રાઈબર્સનિ પ્રીપેડ પ્લાનના એક્સપાયર થયા બાદ ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલને ચાલુ રાખવા માટે દર મહીને વેલીડીટીનું રિચાર્જ કરાવું પડશે. તેને જોતા જ એરટેલે આ પ્લાન પ્રસ્તુત કર્યો છે.


આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. જયારે પ્લાનની સાથે કોલિંગ અને ડેટાનો લાભ લેવા માટે યુઝર્સનિ અલગથી ટોપ-અપ રિચાર્જ કરાવવું પડશે. જો તમે પણ ઈચ્છો છો કે, તમારા એરટેલ નંબર પર ઇનકમિંગ કોલ્સ આવતી રહે તો તમારે આ નાના રિચાર્જ પેકને પસંદ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, ટેલિકોમ ઓપરેટર્સે છેલ્લા મહીને પ્રીપેડ પ્લાનને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે.

રિલાયન્સ જિયોને છોડી બધી પ્રાઈવેટ ટેલિકોમ કંપની ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ટાટા ડોકોમો ઓફિશિયલ તરીકે ઘણા રિચાર્જને પોતાની યાદીમાંથી દુર કરી રહી છે. આ રિચાર્જને દુર કરી મિનિમમ રિચાર્જ પેકને એડ કરવામાં આવી રહ્યા છે. 

Share: