એરટેલ અને વોડાફોન ૨૫૦ રૂપિયામાં આપી રહી છે અનલીમીટેડ પ્રીપેડ પ્લાન્સ

April 12, 2019
 394
એરટેલ અને વોડાફોન ૨૫૦ રૂપિયામાં આપી રહી છે અનલીમીટેડ પ્રીપેડ પ્લાન્સ

જો તમે એરટલ અથવા વોડાફોનના ગ્રાહક છો તો આ સમાચાર તમારે માટે ખુબ જ ખાસ છે. આ બંને કંપનીઓએ પોતાના ગ્રાહકો માટે લગભગ ૨૫૦ રૂપિયામાં અનલીમીટેડ પ્રીપેડ પ્લાન્સ પ્રસ્તુત કર્યું છે. તેમાં યુઝર્સને કોલિંગ સિવાય ઘણી બધી સુવિધાઓ મળી રહી છે. તમને જણાવી દઈએ કે, જિયોના આવ્યા બાદ અન્ય કંપનીઓ પોતાના ગ્રાહકોને બચાવવા માટે અલગ-અલગ પ્લાન્સ પ્રસ્તુત કરી રહી છે જેનાથી યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવામાં આવી શકે. આવો જાણીએ એરટેલ અને વોડાફોનના આ પ્લાન્સ વિશેમાં...

એરટેલ

એરટેલના ૨૪૯ રૂપિયા વાળા નવા અનલિમિટેડ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ કોલિંગ સાથે ૨ જીબી પ્રતિદિવસનો ડેટા મળશે અને ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ ફ્રી ઉપયોગ કરવા મળશે. આ પેકની વેલીડીટી ૨૮ દિવસની થશે.

વોડાફોન

વાડોફોનનો પેક ૨૫૦ રૂપિયામાં નહીં ૨૫૫ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં યુઝર્સને અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ મળશે, તેના સિવાય પ્રતિદિવસ ૨ જીબી ૪જી/૩જી ડેટા મળશે. જયારે દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ ઉપયોગ કરવા આપવામાં આવશે. યુઝર્સને વોડાફોન પ્લે એપ પર ફ્રી લાઈવ ટીવી, મુવીઝ વગેરેની સુવિધા પણ મળશે. આ પેકની વેલીડીટી પણ ૨૮ દિવસની છે.

Share: