બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર, ઋષભ પંતની એ ગ્રેડમાં એન્ટ્રી

April 13, 2019
 206
બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર, ઋષભ પંતની એ ગ્રેડમાં એન્ટ્રી

સુપ્રીમ કોર્ટ દ્વ્રારા રચાયેલી ક્રિકેટ વહીવટી સમિતિએ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ખેલાડીઓના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કરી દીધું છે. ગ્રેડ એ પ્લસમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહના જ નામ રાખવામાં આવ્યા છે.

નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ખરાબ ફોર્મથી પસાર થઈ રહેલા ઓપનર શિખર ધવનને ગ્રેડ એ પ્લસથી બહાર કરી દેવામાં આવ્યા છે. જયારે ભુવનેશ્વર કુમારને ટોપ ગ્રેડથી બહાર કરી દેવામાં આવ્યા છે. ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતને ‘એ’ ગ્રેડમાં જગ્યા આપી છે.

બીસીસીઆઈ તરફથી ગ્રેડ એ પ્લસ, એ, બી અને સીના ખેલાડીઓની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર ૨૦૧૮ થી સપ્ટેમ્બર ૨૦૧૯ માટે છે. એ પ્લસ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વર્ષના ૭ કરોડ રૂપિયા મળશે. એ ગ્રેડમાં રાખવામાં આવેલ ખેલાડીને ૫ કરોડ, બીને ૩ અને સીને એક-એક કરોડ રૂપિયા મળશે.

મહિલા ખેલાડીઓ માટે એ, બી અને સી ગ્રેડની જાહેરાત કરવામાં આવી છે. એ ગ્રેડમાં રાખવામાં આવેલ ખેલાડીને ૫૦ લાખ, બીને ૩૦ લાખ જ્યારે સીને ૧૦-૧૦ લાખ રૂપિયા મળશે.

એ પ્લસ ગ્રેડના ખેલાડી

વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ

એ ગ્રેડના ખેલાડી

રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ અને ઋષભ પંત

બી ગ્રેડના ખેલાડી

લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, યુજ્વેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા

સી ગ્રેડના ખેલાડી

કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, મનીષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહેમદ અને રિદ્ધિમાન સાહા

મહિલા ટીમના ખેલાડીઓના ગ્રેડ આ પ્રકાર છે

ગ્રેડ એ – ૫૦ લાખ રૂપિયા વર્ષના

મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પુનમ યાદવ

ગ્રેડ બી – ૩૦ લાખ રૂપિયા વર્ષના

એકતા બિષ્ટ, ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે, દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રીગેજ

ગ્રેડ સી – દસ લાખ રૂપિયા વર્ષના

રાધા યાદવ, ડી હેમલતા, અનુજા પાટીલ, વેદા કૃષ્ણામૂર્તિ, માનસી જોશી, પૂનમ રાઉત, મોના મેશરામ, અરુંધતી રેડ્ડી, રાજેશ્વરી ગાયકવાળ, પૂજા વસ્ત્રાકર અને તાનિયા ભાટિયા.

Share: