રાજસ્થાનમા પ્રચાર માટે રાહુલ ગાંધી કરતા વધારે છે પ્રિયંકા ગાંધીની અપેક્ષા

April 13, 2019
 661
રાજસ્થાનમા  પ્રચાર માટે રાહુલ ગાંધી કરતા વધારે છે પ્રિયંકા ગાંધીની અપેક્ષા

રાજસ્થાનની ૨૫ લોકસભા પર ચુંટણીની સભા અને રોડ શો માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધીની માગ કરવામાં આવી રહી છે.દરેક કોંગ્રેસ કાર્યકર્તા પોતાના મત વિસ્તારમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો અથવા ચુંટણીને લઈને સભા યોજે એવી ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે.તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધી કાર્યકર્તાઓમાં વધુ પ્રિય છે.

કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધીને વધુ પસંદ કરે છે.સુત્રો દરમ્યાન પ્રિયંકા ગાંધીની ૧૨ સીટો પર રોડ શો કરવા માટે ઓફરો આવી છે અને ૧૩સીટો પર પ્રિયંકા ગાંધીની રેલી કરવાની માગ કરી છે. આપને જણાવીએ કે અત્યારે પ્રિયંકા ગાંધીનું મુખ્ય લક્ષ્ય ઉત્તરપ્રદેશ બની ચુકી છે.તેથી રાજસ્થાનમાં વધારે સમય આપી શકે એવું નથી લાગતું

Share: