સેનાના રાજકીય ઉપયોગને રોકવા રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રને લઈને ઉભો થયો વિવાદ

April 13, 2019
 641
સેનાના રાજકીય ઉપયોગને રોકવા રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રને લઈને ઉભો થયો  વિવાદ

ભાજપ અને મોદી સરકાર એક તરફ બાલાકોટ હુમલાને શ્રેય લેવામાં જુટી છે. તેમજ તેના નામ પર વોટ માંગવાની કોશિષ કરવામાં આવી રહી છે. તેવા સમયે ૧૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ સેના,નૌ સેના અને વાયુ સેનામાં નિવૃત થયેલા ૧૫૦ સીનીયર અધિકારીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખવાના સમાચાર સામે આવ્યા હતા. આ પત્રમાં સેનાના રાજનીતિકરણ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિને તેમાં દરમ્યાનગીરી કરવાની અપીલ કરવામાં આવી હતી.

પરંતુ તેના આગામી દિવસે બીજો વિવાદ શરૂ થયો હતો. જેમાં અમે કહેવામાં આવ્યું કે ચીઠ્ઠીમા કરવામાં આવેલી સહી કરવા બદલ તેમનો મત લેવામાં આવ્યો નથી. આવું કહેનારા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ જે.એફ. રોડ્રીગ્સ અને પૂર્વ વાયુસેના અધ્યક્ષ એન.સી. સૂરી છે.

રોડ્રીગસે કહ્યું કે તેમને ખબર નથી કે આ પત્રમાં શું છે અને કહ્યું કે મારા ૪૨ વર્ષમાં કાર્યકાળ દરમ્યાન હું સંપૂર્ણ અરાજકીય રહ્યો છું અને એમ જ રહેવા માંગું છું.તેમજ તેમણે આ પત્રને ખોટો ગણાવ્યો હતો. જયારે સેનામાં પૂર્વ અધિકારી લેફ્નન્ટ એમ.એલ. નાયડુએ કહ્યું કે તેમણે ના તો આ પ્રકારનો પત્ર લખ્યો છે કે ન તો તેની માટે કોઈ સહમતિ આપી છે.

જે નિવૃત સૈન્ય અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે કે ચુંટણી પ્રચાર દરમ્યાન સેનાનો જે રીતે રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી સેનાના નિવૃત અધિકારીઓ બેચેન છે. આ વસ્તુ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. કેટલાંક રાજનેતા સેનાની કામગીરીનો શ્રેય લેવા માંગે છે.

આ ઉપરાંત ચુંટણીના મંચ અને ચુંટણી પ્રચારમાં પક્ષના કાર્યકર્તા સેનાનો યુનિફોર્મ પહેરેલા જોવા મળી રહ્યા છે. તેમજ મંચ પર વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીરો મંચ પર લાગેલી હોય છે. જેનો ચુંટણીના સાહિત્યમાં ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત આ પત્ર યુપીના સીએમ યોગી આદિત્યનાથના નામનો પણ ઉલ્લેખ છે. જેમણે ભારતીય સેનાને મોદી સેના ગણાવી હતી.તેમજ રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તે તાત્કાલિક આદેશ જાહેર કરીને તમામ રાજકીય પક્ષોને સેના,સૈનિક અને તેના પ્રતિક અને તેની કાર્યવાહીનો રાજકીય ઉપયોગ રોકે .

Share: