પીએમ મોદીની મુશ્કેલીઓ વધી, રાફેલ ડીલ દરમ્યાન ફ્રાંસ સરકારે માફ કર્યો અનિલ અંબાણીનો કરોડોનો ટેક્સ

April 13, 2019
 709
પીએમ મોદીની મુશ્કેલીઓ વધી, રાફેલ ડીલ દરમ્યાન ફ્રાંસ સરકારે માફ કર્યો અનિલ અંબાણીનો કરોડોનો ટેક્સ

ફ્રાંસે અનિલ અંબાણીની માલિકીની ફ્રાંસીસી કંપનીને ૧૪૩.૭ મીલીયન યુરોનો બાકી કર માફ કર્યો હતો. તે પણ ફેબ્રુઆરી અને ઓક્ટોબર માસ દરમ્યાન જયારે રાફેલ વિમાનની ડીલની વાતચીત કરવામાં આવી રહી હતી. ફ્રાંસના મેગેઝીન લા મોદ આ અંગે સમાચાર પ્રકાશિત થયા છે. જેને લઈને હવે રાફેલ ડીલને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વકરી શકે તેમ છે. લોકસભા ચુંટણી પૂર્વે જ સામે આવેલા આ સમાચારને પગલે પીએમ મોદીની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

ભારતમા રાફેલ વિમાનનો ઓફસેટ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત આ મુદ્દે પીએમ મોદીને ઘેરતા આવી રહ્યા છે. તેમજ અનિલ અંબાણીને પીએમ મોદીના સારા દોસ્ત પણ ગણાવે છે.

સમાચારો મુજબ, અનિલ અંબાણીની માલિકીવાળી ફ્રાંસીસી કંપની રિલાયન્સ ફ્લેગ એટલાંટીક ફ્રાંસ હતું. અનિલ અંબાણીની કંપની ફ્રાંસના કરવિભાગના અધિકારીઓ દ્વારા વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૦ દરમ્યાન તપાસ કરી હતી અને જેમાં ૬૦ મીલીયન યુરોની દેવાદાર હતી. જેમાં અનિલ અંબાણીએ સરકારને ૭.૬ મીલીયન યુરો ચૂકવવાની તૈયારીઓ દર્શાવી હતી પરંતુ ફ્રાંસના અધિકારીઓ તે લેવાથી ઇનકાર કરી દીધો હતો.

આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૧૫માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસની દ સોલ્ટ એવિએશન સાથે ૩૬ રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. તે સમયે રિલાયન્સે ફ્રાંસ સરકારને કુલ ૧૫૧ મીલીયન ટેક્સ ચૂકવવાનો બાકી હતો. તેમજ રાફેલ ડીલના બરાબર ૬ મહિના બાદ ફ્રાંસના અધિકારીઓએ અનિલ અંબાણીને ૧૪૩.૭ મીલીયન યુરોનો કર માફ કરી દીધો હતો અને રિલાયન્સની જૂની પ્રપોઝલ મુજબ ૭.૩ મીલીયન યુરો લીધા હતા.

તેમજ આ અંગે ફ્રાંસની એનજીઓ શેરપાએ ૨૬ ઓક્ટોબર ૨૦૧૮માં રાષ્ટ્રીય વિત્તીય કાર્યક્રમમાં એક ફરિયાદ કરી હતી. જેમાં એનજીઓએ અરજી કરી હતી કે આ કિસ્સામાં ગેરરીતી થઈ છે તેની તપાસ થવી જોઈએ.

Share: