ભાજપ સાંસદ સાક્ષી મહારાજે આપી જનતાને ધમકી,કહ્યું વોટ નહિ આપો તો આપીશ શ્રાપ

April 13, 2019
 702
ભાજપ  સાંસદ સાક્ષી મહારાજે આપી જનતાને ધમકી,કહ્યું  વોટ નહિ આપો તો આપીશ શ્રાપ

ભાજપના સાંસદે મતદારોને વોટ આપવાની કરી અપીલ કરતા કહ્યું છે કે હું સાધુ છું અને અહિયાં હું આપના બારણે વોટ માંગવા આવ્યો છું.ત્યાર બાદ તેઓએ કહ્યું કે જો તમે સાધુને મત આપવાનો ઇનકાર કરશો તો હું તમારી બધી ખુશીઓ છીનવી લઈશ અને શ્રાપ આપીશ.

મેનકા ગાંધી બાદ હવે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પણ મતદારોને ધમકી આપી છે.ભાજપના નેતા લોકસભા ચુંટણી હારી જવાના ડરથી બોખલાઈ ગયા હોય તેવા તેઓના નિવેદનો સામે આવી રહ્યા છે. જેમાં હંમેશા વાત-વિવાદોમાં રહેતા સાક્ષી મહારાજે મતદારોને ધમકી આપી છે,કે જો મને વોટ નહિ આપ્યો તો હું શ્રાપ આપી દઈશ. ઉન્નાવ થી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે હું સાધુ છું અને મને વોટ નહિ આપ્યો તો હું શ્રાપ આપી દઈશ.

ધમકી સાથે સાક્ષી મહારાજે મતદારોને વોટ આપવાની અપીલ કરતા જણાવ્યું કે હું સન્યાસી છું અને અહિયાં વોટ માંગવા આપના દરવાજે આવ્યો છું. તે દરમિયાન તેઓને કહ્યું કે જો તમે સંન્યાસીને વોટ આપવાની ના પડશો તો હું તમારી બધી ખુશીઓ છીનવી લઈશ,અને શ્રાપ આપીશ.

સાક્ષી મહારાજે ને કહ્યું કે "શાસ્ત્રોમાં પણ લખ્યું છે હું કોઈ દોલત માગવા નહિ આવ્યો હું વોટ માંગવા આવ્યો છું."તેઓને કહ્યું કે મતદાન એ કન્યાદાન બરાબર હોય છે. એટલા માટે બધા લોકો ઘરેથી નીકળીને મતદાન કરે. મહારાજ અહિયાં પણ નહિ રોકાયા તેઓ ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ ભાજપ ને વોટ નહિ આપે તો તેઓને ગંભીર પરિણામ ભોગવવું પડશે.ત્યાર બાદ કહ્યું કે,હું એક ભિક્ષુ છું,જો તમે ઈચ્છો તો હું જીતીજઈશ .

સાક્ષી મહારાજ બીજીવાર ચુંટણી જીતવાના પ્રયાસો કરી રહ્યા છે.પણ એવું અનુમાન કરી શકાય છે કે તેઓને હારનો ડર લાગી રહ્યો છે તેથી મતદારોને ધમકી આપી રહ્યા છે.

Share: