
ટેલિકોમ કંપનીઓની વચ્ચે સારા પ્લાન્સ લઈને કોમ્પટીશન ચાલુ છે એવામાં જો તમે રિલાયન્સ જિયોના યુઝર્સ છો અને નાના રિચાર્જ વાળા પ્લાન લેવા માંગો છો તો આવો અમે તમને જિયોના ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમત વાળા તે પ્લાન બતાવીશું.
૧૯ રૂપિયા વાળા પ્લાન
જો તમારી પાસે જિયોના સીમ છે અને એક દિવસ માટે ઈન્ટરનેટ, કોલિંગ અને મેસેજનો લાભ લેવા માંગો છો તો જિયોના ૧૯ રૂપિયા વાળો પ્લાન તમારા માટે સારો પ્લાન હોઈ શકે છે, કેમકે તેમાં તમને ૧૫૦ એમબી ડેટા અને કોઈ પણ નંબર પર અનલીમીટેડ કોલિંગનો લાભ મળશે. તેના સિવાય તેમાં તમને ૨૦ મેસેજનો લાભ પણ મળશે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનની વેલીડીટી ૧ દિવસની હશે.
૫૨ રૂપિયા વાળા પ્લાન
એક અઠવાડિયા માટે જિયોનો પ્લાન લેવા માંગો છો તો ૫૨ રૂપિયા વાળો પ્લાન તમારા માટે સારો પ્લાન હોઈ શકે છે, તેમાં જિયો યુઝર્સને ૭ દિવસમાં ટોટલ ૧.૦૫ જીબી ઈન્ટરનેટ ડેટા અને કોઈ પણ નંબર પર અનલીમીટેડ કોલિંગનો લાભ મળશે. તેના સિવાય તેમાં તમને ૭૦ મેસેજનો લાભ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનની વેલીડીટી ૭ દિવસની જ છે.
૯૮ રૂપિયા વાળા પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ કોલિંગનો લાભ મળે છે. એટલું જ નહી તેમાં યુઝર્સને ૩૦૦ મેસેજનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે, જેમાં ૨ જીબી ઈન્ટરનેટ ડેટાનો ફાયદો ઉઠાવી શકાશે.