રાહુલ ગાંધીએ કર્યો મોટો હુમલો, કહ્યું અમીરોના ધનની ચોકીદારી કરે છે પીએમ મોદી

April 13, 2019
 649
રાહુલ ગાંધીએ કર્યો મોટો હુમલો, કહ્યું અમીરોના ધનની ચોકીદારી કરે છે પીએમ મોદી

કર્ણાટકના ચિત્રદુર્ગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચોકીદાર ક્યારે પણ યુવાનો અને ખેડૂતોને ઘરની બહાર જોવા નથી મળતા.ચોકીદાર માત્ર અનિલ અંબાણી જેવા લોકોના ઘરની બહાર જોવા મળે છે. ચોકીદાર તમારી નહીં પણ અંબાણીની ચોકીદારી કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીના ખોટા વાયદા પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોના બેંક એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા આપવાનો મોદીજીએ વાયદો કર્યો હતો. પરંતુ સત્ય એ છે કે ૧૫ લાખ રૂપિયા આવ્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ન્યાય યોજના લઈને આવ્યા છીએ. જેમાં દેશના ૨૦ ટકા ગરીબ પરિવારને વાર્ષિક ૭૨ હજાર રૂપિયા આપવાની યોજના બનાવી છે. જેમની આવક મહીને ૧૨ હજાર રૂપિયાથી ઓછી હશે. જેના લીધે દેશના ૨૫ કરોડ લોકોને ફાયદો થશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે વિચારો ચોકીદારે કેટલાં રૂપિયાની ચોરી કરી હશે. હું અહીંયા તમારી પાસે ખોટું બોલવા નથી આવ્યો. તેમજ જ હું દેશનો ચોકીદાર નથી અને તમને હેરાન કરવા નથી આવ્યો. મારા મુખમાંથી જે લોકોને ઈચ્છે છે તે જ નીકળે છે. હું તમને મનની વાત કહેવા નથી આવ્યો અને ના મનની વાત સાંભળવા આવ્યો નથી.

તેમણે કહ્યું કે અનિલ અંબાણી પીએમ મોદીને ગળે મળે છે. તમે જુઓ નીરવ મોદી, મેહુલ ચોકસી, અનિલ અંબાણી જેવા લોકોને પીએમ ગળે મળે છે. પરંતુ તમે મને કયારેય અનિલ અંબાણીને ગળે મળતા જોયો. તમે મને ગરીબ, ખેડૂત અને અન્ય લોકોને મળતા જોયો હશે. નરેન્દ્ર મોદી માત્ર ૧૫ લોકોના ચોકીદાર છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે આ વખતે ચુંટણીઓ બે વિચારધારા વિરુદ્ધ છે. એક ચોર છે અને બીજી તરફ ઈમાનદાર લોકો છે. એક બાજુ દેશને તોડનારા છે અને બીજી બાજુ દેશને એક સાથે લઈને ચાલનારા છે.

Share: