નરેશ અગ્રવાલે કહ્યું ચુંટણી પરિણામ જાહેર થતા માયાવતી ગઠબંધન તોડી દેશે

April 14, 2019
 740
નરેશ અગ્રવાલે કહ્યું ચુંટણી પરિણામ જાહેર થતા માયાવતી ગઠબંધન તોડી દેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા નરેશ અગ્રવાલ ને કહ્યું કે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન ચુંટણીનું પરિણામ જાહેર થયા બાદ તૂટી જશે.નરેશ અગ્રવાલે કહ્યું કે બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતી ખુદ અખિલેશ યાદવનો સાથ છોડી દેશે.અને તેઓ રસ્તા પર દોડતા નજર આવશે.

સમાજવાદી પાર્ટીનો ચહેરો રહેલા નરેશ અગ્રવાલ ને લોકસભા ચુંટણી પ્રચાર દરમિયાન યુપીના હાર્દોયમાં જણાવ્યું હતું. આ દરમિયાન તેઓને પોતાના પૂર્વ નેતા અખિલેશ યાદવને પણ છોડ્યા નહિ.નરેશ અગ્રવાલ ને કહ્યું કે ૨૩મે ના રોજ જયારે ચુંટણી નું પરિણામ જાહેર થશે તેના બીજે દિવસે જ માયાવતી અખિલેશ યાદવનો સાથ છોડી દેશે.અને સમાજવાદી અધ્યક્ષ અખિલેશ યાદવ રસ્તા પર દોડતા નજર આવશે.નરેશ અગ્રવાલે આ નિવેદન દરમિયાન દલીલ પણ આપી હતી.

તેઓને કહ્યું કે ૨૩મે ના રોજ મતગણતરી થશે અને ૨૪મે ના રોજ માયાવતી કહેશે કે હું ગઠબંધન તોડી રહી છું,મુસલમાન અને આહીર ને અમને ધોખો આપ્યો છે.તે બાદ અખિલેશ યાદવ રસ્તા પર વાંદરાઓની જેમ હરતા-ફરતા રહેશે આમતેમ દોડતા નજર આવશે.

Share: