ત્રિકોણીય સીરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની જાહેરાત

April 14, 2019
 267
ત્રિકોણીય સીરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની જાહેરાત

વર્લ્ડ કપ પહેલા આર્યલેન્ડ અને બાંગ્લાદેશ સામેની ત્રિકોણીય શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝની ૧૪ સભ્યની ટીમની જાહેરાત કરી દીધી છે. સીરીઝનું આયોજન ૫ મેથી ૧૭ મે સુધી ડબલીનમાં કરવામાં આવશે. આઈપીએલ રમી રહેલ કેરેબિયન ખેલાડીઓને ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. અનુભવી ઓલ રાઉન્ડર જેસન હોલ્ડર ટીમની આગેવાની કરશે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના ડાયરેક્ટર જિમી એડમ્સે જણાવ્યું હતું કે, પસંદગી સમિતિમાં કામચલાઉ હેડ કોચ ફ્લોયડ રીફર, કેપ્ટન જેસન હોલ્ડર અને પસંદગી કર્તાઓના કામચલાઉ ચેરમેન રોબર્ટ હેન્સ સામેલ હતી. જેમી એડમ્સે જણાવ્યું હતું કે, “અમે આયર્લેન્ડ પ્રવાસ માટે ૧૪ સભ્યોની ટીમને પસંદ કરી છે. જે ખેલાડીઓને વનડે મેચમાં ઈંગ્લીશ પરીસ્થિતિઓનો અનુભવ પ્રાપ્ત થઈ શકશે જો કે ટીમ માટે મહત્વપૂર્ણ છે. એક વાત સ્પષ્ટ કરુ કે, આ વિશ્વ કપની ટીમ નથી. આ સમયે ઘણા મોટા ખેલાડી આ શ્રેણી માટે ઉપલબ્ધ નથી કેમકે તે આ સમયે આઈપીએલમાં ભાગ લઇ રહ્યા છે.”

વેસ્ટ ઇન્ડીઝની ટીમ યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. ટીમમાં શૈનન ગ્રેબિયલ, કેમર રોચ અને જેસન હોલ્ડર જેવા ઝડપી બોલર છે જો કે બોલિંગ વિભાગને મજબૂત બનાવે છે. જયારે ટીમમાં એકમાત્ર અનકેપ્ડ સભ્ય બાંર્બેડીયન ઓલરાઉન્ડર રેમન રીફર છે. ૨૭ વર્ષીય રેમન રીફરે ૨૮.૭૬ ની એવરજથી લીસ્ટ એ મેચમાં ૫૧ વિકેટ પોતાના નામે કરી છે. તેની સાથે તે બેટથી પણ ઘણા ઉપયોગી રહેશે. તેમને ૨૯.૬૨ ની એવરજની સાથે ૧૦૯૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો ઉચ્ચતમ સ્કોર ૮૪* રન રહ્યો છે.

ત્રિકોણીય સીરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝની ૧૪ સભ્યની ટીમ આ પ્રકાર છે : જેસન હોલ્ડર (કેપ્ટન), જોન કેમ્પબેલ, ડેરેન બ્રાવો, શાઈ હોપ, શેલ્ડન કોટરેલ, શૈનન ગ્રેબિયલ, કેમાર રોચ, સુનીલ એમ્બ્રીસ, રેમંડ રીફર, ફેબિયન એલેન, એશ્લે નર્સ, રોસ્ટન ચેસ, શેન ડાઉરી અને જોનાથન કાર્ટર.

Share: