દુનિયાનું સૌથી મોટું વિમાન,ફૂટબોલના મેદાન કરતા પણ મોટી છે પાંખો

April 14, 2019
 946
દુનિયાનું સૌથી મોટું વિમાન,ફૂટબોલના મેદાન કરતા પણ મોટી છે પાંખો

અમેરિકા ના કેલિફોર્નિયા મા દુનિયાનું સૌથીમોટું વિમાન ઉડ્યું હતું.આ વિમાન એટલું મોટું છે કે ફૂટબોલના મૈદાન કરતાપણ તેની પાંખો મોટી છે. છ એન્જિન વાળા સૌથી મોટા વિમાને શનિવાર ના રોજ કેલિફોર્નિયા ના મોજાવે રણમાં પહેલીવાર ઉડાન ભર્યું હતું.

કંપનીને આ વિમાન નું નિર્માણ અવકાશમાં રોકેટો લાવવા માટે આ વિમાન બનાવવામાં આવ્યું છે.આપને જણાવીએ કે આ વિમાન રોકેટ ઉપગ્રહોને અવકાશમાં તેમની ભ્રમણકક્ષા સુધી પહોચાડવા મદદરૂપ બનશે. હાલમાં દુનિયાભરમાં ટેકઓફ રોકેટ્સ દ્વારા ઉપગ્રહોને મોકલવામાં આવે છે.

આ વિમાનનું નિર્માણ સ્કેલ્ડિલ્ડ કંપોઝીટ્સ નામની એન્જિનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.પહેલીવાર ઉડાન ભર્યા બાદ આ વિમાન દોઢ કલાક સુધી આકાશમાં રહ્યું હતું.

Share: