કન્હૈયા કુમારે કર્યો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું ચોકીદારે દોસ્તને દેશથી મોટા ગણ્યા

April 14, 2019
 933
કન્હૈયા કુમારે કર્યો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું ચોકીદારે દોસ્તને દેશથી મોટા ગણ્યા

ફ્રાંસે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાંસની ફર્મના કરોડો રૂપિયાના કરમાફીના સામે આવેલા વિવાદ બાદ પીએમ મોદી પર આકરા પ્રહાર શરુ થયા છે. જેમાં બિહારના બેગમસુરાયથી સીપીઆઈએમ તરફથી ચૂંટણી લડી રહેલા કન્હૈયા કુમારે આ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કરીને કહ્યું હતું ચોકીદારે દોસ્તને દેશથી મોટા ગણ્યા છે.

કન્હૈયા કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે દોસ્ત ટેક્સ નથી ચૂકવી શકતા. જેની માટે ચોકીદારે વિમાનની ત્રણગણી કિંમત આપીને ટેક્સ માફ કરાવી દીધો. એનો મતલબ એ છે કે ચોકીદારે દોસ્તને દેશની મોટો ગણ્યો છે. રાફેલ ડીલના સમાચાર આ જ દર્શાવે છે. સાફ દેખાઈ રહ્યું છે કે રાફેલનો રસ્તો જેલ તરફ જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાંસે અનિલ અંબાણીની માલિકીની ફ્રાંસીસી કંપનીને ૧૪૩.૭ મીલીયન યુરોનો બાકી કર માફ કર્યો હતો. તે પણ ફેબ્રુઆરી અને ઓક્ટોબર માસ દરમ્યાન જયારે રાફેલ વિમાનની ડીલની વાતચીત કરવામાં આવી રહી હતી. ફ્રાંસના મેગેઝીન લા મોદ આ અંગે સમાચાર પ્રકાશિત થયા છે. જેને લઈને હવે રાફેલ ડીલને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વકરી શકે તેમ છે. લોકસભા ચુંટણી પૂર્વે જ સામે આવેલા આ સમાચારને પગલે પીએમ મોદીની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

ભારતમા રાફેલ વિમાનનો ઓફસેટ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત આ મુદ્દે પીએમ મોદીને ઘેરતા આવી રહ્યા છે. તેમજ અનિલ અંબાણીને પીએમ મોદીના સારા દોસ્ત પણ ગણાવે છે.

સમાચારો મુજબ, અનિલ અંબાણીની માલિકીવાળી ફ્રાંસીસી કંપની રિલાયન્સ ફ્લેગ એટલાંટીક ફ્રાંસ હતું. અનિલ અંબાણીની કંપની ફ્રાંસના કરવિભાગના અધિકારીઓ દ્વારા વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૦ દરમ્યાન તપાસ કરી હતી અને જેમાં ૬૦ મીલીયન યુરોની દેવાદાર હતી. જેમાં અનિલ અંબાણીએ સરકારને ૭.૬ મીલીયન યુરો ચૂકવવાની તૈયારીઓ દર્શાવી હતી પરંતુ ફ્રાંસના અધિકારીઓ તે લેવાથી ઇનકાર કરી દીધો હતો.

આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૧૫માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસની દ સોલ્ટ એવિએશન સાથે ૩૬ રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. તે સમયે રિલાયન્સે ફ્રાંસ સરકારને કુલ ૧૫૧ મીલીયન ટેક્સ ચૂકવવાનો બાકી હતો. તેમજ રાફેલ ડીલના બરાબર ૬ મહિના બાદ ફ્રાંસના અધિકારીઓએ અનિલ અંબાણીને ૧૪૩.૭ મીલીયન યુરોનો કર માફ કરી દીધો હતો અને રિલાયન્સની જૂની પ્રપોઝલ મુજબ ૭.૩ મીલીયન યુરો લીધા હતા.

તેમજ આ અંગે ફ્રાંસની એનજીઓ શેરપાએ ૨૬ ઓક્ટોબર ૨૦૧૮માં રાષ્ટ્રીય વિત્તીય કાર્યક્રમમાં એક ફરિયાદ કરી હતી. જેમાં એનજીઓએ અરજી કરી હતી કે આ કિસ્સામાં ગેરરીતી થઈ છે તેની તપાસ થવી જોઈએ.

Share: