નેપાળમાં પબ્જી ગેમને કરવામાં આવી પ્રતિબંધિત

April 14, 2019
 514
નેપાળમાં પબ્જી ગેમને કરવામાં આવી પ્રતિબંધિત

લોકપ્રિય મલ્ટીપ્લેયર ઈન્ટરનેટ ગેમ ‘પબ્જી’ ને કોર્ટના આદેશ બાદ નેપાળમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. પોલીસ અનુસાર પ્રતિબંધ બાદ હવે જો કોઈ ગેમ રમતા જોવા મળશે તેની ધરપકડ કરવામાં આવશે. કાઠમંડુ પોસ્ટના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ બધા ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પ્રદાતાઓને પબ્જીના નામથી ચર્ચિત ‘પ્લેયર અનનોનસ બેટલગ્રાઉન્ડ’ ને પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાઠમંડુ ડીસ્ટ્રીકટ કોર્ટે આ નિર્ણય નેપાળ મેટ્રોપોલીટન ક્રાઈમ ડીવીઝનના જનહિતમાં લેવામાં આવ્યો છે. એક દિવસ બાદ દેશની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નિવેદન બાદ નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ ISP, મોબાઈલ પ્રોવાઇડર્સ અને નેટવર્ક સેવા પ્રદાતાઓને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે કે, પબ્જીને બ્લોક કરી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાતે આ ગેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેને ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. તેની સાથે જો પબ્જી રમતા જોવા મળશે તો તેની લોકલ પોલીસ ધરપકડ પણ કરી શકે છે. આ પ્રતિબંધિત દરમિયાન ૨૦ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમ છતાં કહેવામાં આવી રહ્યું છે કે, તે લોકોને માત્ર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા પછી તેને છોડી દેવામાં આવ્યા હતા.

Share: