પીએમ મોદીના હેલીકોપ્ટરમાંથી ઉતારેલી બેગને લઈને કોંગ્રેસ પૂછયા સવાલ, કરી તપાસની માંગ 

April 14, 2019
 909
પીએમ મોદીના હેલીકોપ્ટરમાંથી ઉતારેલી બેગને લઈને કોંગ્રેસ પૂછયા સવાલ, કરી તપાસની માંગ 

કર્ણાટકના ચિત્રદુર્ગમાં શનિવારે પીએમ મોદીના હેલીકોપ્ટરમાંથી એક મોટી બેગ ઉતાર્યા બાદ કોંગ્રેસે તેની પર સવાલ પૂછયા છે. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય પરથી પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ મીડિયા સાથે આ અંગે વાત કરી હતી.

આનંદ શર્માએ કહ્યું કે કર્ણાટકના ચિત્રદુર્ગમાં શનિવારે પીએમ મોદીના હેલીકોપ્ટરમાં એક મોટી બેગ મૂકીને લાવવામાં આવી હતી. તેમજ તેની બાદ તેને હેલીકોપ્ટરમાંથી આ બેગને એક ગાડીમાં મૂકીને મોકલી દેવામાં આવી હતી. તેથી ચુંટણી પંચ આ અંગે તપાસ કરે કે આ બેગમાં શું હતું અને તે ક્યાં સ્થળે લઈ જવામાં આવી છે. કારણ કે પીએમ મોદીના હેલીકોપ્ટરમાં કોઈપણ વસ્તુ મુકવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે છે. તેથી એ ખુલાસો થવો આ મોટી બેગમાં શું હતું. દેશની જનતાને આ જાણવાનો અધિકાર છે.

આ ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષી દળોએ પ્રેસ ક્લબમાં ઈવીએમ અને વીવીપેટ મુદ્દે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. જેમાં વિપક્ષે ઈવીએમ છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જેની સાથે આ મામલે સુપ્રિમ કોર્ટમાં લઈ જવાની પણ જાહેરાત કરી હતી. વિપક્ષી દળોનો આરોપ છે કે ઈવીએમમાં ગરબડ કરવામાં આવી છે. જેમાં ઈવીએમ મત આપ્યા બાદ વિવીપેટમાંથી અલગ નામની કાપલી નીકળે છે.

જેમાં કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઈવીએમમાં વોટીંગ કર્યા બાદ સ્લીપ સાત સેકન્ડ સુધી દેખાવવાના બદલે માત્ર ૩ સેકન્ડ જ ડિસ્પ્લે પર રહે છે.

Share: