હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસે છોડવા પર આપ્યું આ મોટું નિવેદન

April 14, 2019
 797
હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસે છોડવા પર આપ્યું આ મોટું નિવેદન

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામું આપવા બદલ મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે તેમને ખુબ જ ઈજ્જત અને શકિત આપી હતી પરંતુ તે સંભાળી શકયા ન હતા. અલ્પેશ ઠાકોર વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેમજ લગભગ ૧૮ મહિના સુધી પક્ષમાં રહ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરને સન્માન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે હવે બ્લેક ગેમ રમવાની શરૂઆત કરી છે. તેમજ હાર્દિકે આરોપ મુક્યો હતો ભાજપે તેમને લોકસભા ચૂંટણી લડતો રોકવા તમામ પ્રયાસ કર્યા હતા.

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજયમાં ૨૩ એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની ૨૬ બેઠકો માટેનો ચુંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેમાં હાર્દિક પટેલ પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. તેમજ ભાજપ સરકાર ખેડૂત, યુવાન અને મહિલા વિરોધી હોવાની વાત પણ લોકો સમક્ષ કરી રહ્યા છે. જેમાં હાર્દિક પટેલે નવો નારો આપ્યો છે. તેમણે કહ્યું કે અચ્છે દિન આયેંગે રાહુલ ગાંધી લાયેંગે.

આ ઉપરાંત હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર મુદ્દે પણ નિવેદન આપ્યું હતું કે શીર્ષ નેતૃત્વ નિર્ણય કરશે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષે કોઈ જ અન્યાય કર્યો નથી.

ગુજરાતમા પાટીદાર અનામત આંદોલનના નેતા હાલ કોંગ્રેસના જોડાયેલા હાર્દિક પટેલે લોકસભા ચુંટણી દરમ્યાન ગુજરાતી મતદારોને કોંગ્રેસ પક્ષને મત આપવા અપીલ કરી છે. જેમાં હાર્દિક પટેલે લખ્યું છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં તમામ ગુજરાતીઓને હ્રદયથી આહવાહન કરું છું કે યુવાનોના અધિકાર, ખેડૂતોની સમૃદ્ધી અને મહિલાઓની સુરક્ષા માટે આપનો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપો.

હાર્દિક પટેલ કોંગ્રેસના જોડાયા બાદ સતત ભાજપ વિરુદ્ધ અનેક સ્થળોએ પ્રચાર કરી રહ્યા છે. જેમાં હાલમાં અમદાવાદ પશ્વિમ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારના સમર્થનમાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ મોટાભાગની બેઠકો જીતવાનું છે. તેવા સમયે તમામ લોકોનો એક જ પુકાર છે. હાથ જોડે હાથ મિલાવો અને કોંગ્રેસેને ફરી એકવાર જીતાડો.

Share: