રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાઉથ આફ્રિકાના આ સ્ટાર બોલરને કર્યા સામેલ

April 14, 2019
 151
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાઉથ આફ્રિકાના આ સ્ટાર બોલરને કર્યા સામેલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર નાથન કલ્ટર નાઇલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નાથન કલ્ટર નાઈલ આરસીબીની ટીમમાં હતા પરંતુ ઈજાના કારણે તેમને એક મેચમાં ભાગ લીધો નહોતો.

ડેલ સ્ટેનને હરાજીમાં કોઈ પણ ટીમે ખરીદ્યા નહોતા પરંતુ હવે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા જોવા મળશે. ડેલ સ્ટેન ૨ વર્ષના અંતરાલ બાદ આઈપીએલમાં કોઈ મેચ રમશે. તેમને પોતાની છેલ્લી મેચ વર્ષ ૨૦૧૬ માં ગુજરાત લાયન્સ માટે રમી હતી. આ અગાઉ પણ ડેલ સ્ટેન આરસીબીના ભાગ રહી ચુક્યા છે. ૨૦૦૮ પહેલા આઈપીએલ સીઝનમાં આરસીબીએ તેમને ખરીદ્યા હતા અને ૨૦૧૦ સુધી તે ટીમની સાથે જોડે રહ્યા હતા. આ દરમિયાન તેમને ૨૮ મેચ રમી અને ૨૭ વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોહાલીમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને ૮ વિકેટથી હરાવી આઈપીએલ સીઝન ૧૨ ની પ્રથમ જીત પ્રાપ્ત કરી લીધી હતી. વિરાટ કોહલી એને એબી ડી વિલીયર્સની શાનદાર ઇનિંગના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૯.૨ ઓવરમાં ટાર્ગેટને પ્રાપ્ત કરી જીત પોતાના નામે કરી હતી. આ અગાઉ ટોસ હારી બેટિંગ કરવા મેદાનમાં ઉતરી કિંગ્સ ઈલેવન પંજાબે ક્રીસ ગેલની ૬૪ બોલમાં ૯૯ રનની ઇનિંગના આધારે ૪ વિકેટ ગુમાવી ૨૦ ઓવરમાં ૧૭૩ રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી લોકેશ રાહુલે અને ક્રીસ ગેલે ઓપનીંગ બેટ્સમેન તરીકે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ ૬.૨ ઓવરમાં ૬૬ રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ પંજાબની વિકેટ સમયઅંતરાલે પડતી રહી પરંતુ ક્રીસ ગેલે ટીમને સમાનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. ક્રીસ ગેલની શાનદાર રમતના આધારે પંજાબે ૧૯. ૨ ઓવરમાં ૧૭૩ રન બનાવ્યા હતા.

Share: