ફ્રાંસે અનિલ અંબાણી નો ૧૧૦૦ કરોડ નો ટેક્સ માફ કર્યો બાદ છાતી ઠોકી ને કહેવાય કે ચોકીદાર ચોર છે

April 14, 2019
 344
ફ્રાંસે અનિલ અંબાણી નો ૧૧૦૦ કરોડ નો ટેક્સ માફ કર્યો બાદ છાતી ઠોકી ને કહેવાય કે ચોકીદાર ચોર છે

વડા પ્રધાન બન્યા બાદ ગૌતમ અદાણી અને મુકેશ તેમજ અનિલ અંબાણી ને તો લીલા લહેર થઈ ગઈ છે કારણ કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વિદેશો મા જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આ લોકો ને લઇ જતા હતા તેવા સમાચાર મળતા હતા અને વિદેશો મા ઘણા બધા કરારો એવા કરવામાં આવ્યા છે જેમાં ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ અંબાણી બંધુઓ અથવા અદાણી ગ્રુપ ને ફાયદો થતો હોય. હવે ગઈ કાલ થી સમાચાર સાંભળ્યા છે કે ફ્રાંસ ના છાપા માં જ આ વાત છપાઈ છે કે ફ્રાંસ ની સરકારે અનિલ અંબાણી ની કંપની રિલાયન્સ ફ્લેગ નો ૧૧૦૦ કરોડ રૂપિયા નો ટેક્સ માફ કર્યો છે ત્યારે મારો સવાલ છે કે જેવી રીતે ભારત ના મુખ્ય ઉદ્યોગ પતિ ઓ ટાટા બિરલા રિલાયન્સ જેવા ઉદ્યોગો દ્વારા દેશ ને દર વર્ષે અરબો રૂપિયા ટેક્સ પેટે ચૂકવાતા હોય છે.

ત્યારે તેમાં ભારત સરકાર દ્વારા એકાદ વખત કે અપવાદ રૂપે આવા મોટા ઉધોગો ને અમુક સમય અને સંજોગો માં વિરોધ પાર્ટી ની આપસી સમજૂતીમાં કંઇક ટેક્સ ની રાહત આપવા મા આવે છે પણ અનિલ અંબાણી ની બધી જ કંપનીઓ દેશ મા પણ કોઈ પ્રકાર નો ગ્રોથ નથી કરી રહી ત્યારે ફ્રાંસ મા પણ હાથ અધ્ધર કર્યા હશે અને અનિલ અંબાણી તેમજ નરેન્દ્ર મોદી ની મિત્રતા ઉપર ના લેવલ ના બધા લોકો જાણે છે કારણ કે બન્ને મોજીલા અને એક સરખી આદતો વાળા હોઈ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા છે. કદાચ તે કારણ થી નરેન્દ્ર મોદી ના એક માત્ર ઈશારા કે રજૂઆત ના કારણે ફ્રાંસ સરકાર દ્વારા અનિલ અંબાણી ની કંપની નો ૧૧૦૦ કરોડ રૂપિયા નો ટેક્સ માફ કરવા મા આવ્યો હતો અને આ ટેક્સ માફ કર્યા નો સ્વીકાર ફ્રાંસ ની સરકાર તેમજ ભારત માં અનિલ અંબાણી ની રિલાયન્સ કંપની દ્વારા પણ કરવામાં આવ્યો છે.

ત્યારે ફ્રાંસ ના પત્રકારો દ્વારા ટેક્સ માફ બાબતે વાત બહાર આવ્યા બાદ ફ્રાંસ મા પણ ત્યાં ના વિરોધ પાર્ટીઓ ના નેતાઓ તે વાત ને લઇ ને સરકાર પર સવાલ કરશે અને તે વખતે સાચી વાત બહાર આવવાની જ છે કે અનિલ અંબાણી ની કંપની નો ટેક્સ માફ કરવામાં નરેન્દ્ર મોદી ની ભૂમિકા કેવી રહી હતી તે થોડા સમયમાં બહાર આવશે આ સમાચાર બાદ થોડા ઘણા મોદી ભક્તો ઓછા થશે.

Share: