વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, સ્મિથ-વોર્નરની વાપસી

April 15, 2019
 153
વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, સ્મિથ-વોર્નરની વાપસી

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમે આજે આઈસીસી વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ૧૫ સભ્યોની આ ટીમમાં સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી થઈ છે. આ બંને ખેલાડી પ્રતિબંધના કારણે છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય ટીમથી દુર છે. વર્લ્ડ કપ ૨૦૧૯ દરમિયાન ટીમની કેપ્ટનશીપ એરોન ફિન્ચને છોપવામાં આવી છે. એરોન ફિન્ચની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ભારતીય ધરતી પર વનડે સીરીઝ હરાવવાનું કારનામું કરી ચુકી છે.

ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિએ એક વખત ફરીથી પોતાના બંને ખેલાડીઓને પરત બોલાવી લીધા છે. તેમ છતાં તેમના માટે ઓસ્ટ્રેલીયન સમિતિએ બે ખેલાડીઓનું સારૂ પ્રદર્શન હોવા છતાં ટીમમાં તક આપવામાં આવી નથી. બોલ ટેમ્પરિંગ બાબતમાં સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે હવે સમાપ્ત થઈ ગયો છે. એટલા માટે બંને ખેલાડીઓનું મહત્વ જોતા તેમને ટીમમાં જગ્યા આપી દેવામાં આવી છે. બંને ખેલાડીઓની એન્ટ્રી માટે ફોર્મમાં ચાલી રહેલા પીટર હેન્ડ્સકોમ્બ અને જોશ હેઝલવુડને ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે.

વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલીયન ટીમ આપ પ્રકાર છે : એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કલ્ટર નાઈલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન મારશ, ગ્લેન મેક્સવેલ, જાઈ રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા

Share: