રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, રાજુલામાં સભા સંબોધી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે.

April 15, 2019
 399
રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, રાજુલામાં સભા સંબોધી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે.

કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પ્રથમ ચૂંટણી સભા સંબોઘશે. સૌરાષ્ટ્ર પર ફોકસ કરતા કોંગ્રેસે રાજુલામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કર્યું છે. રાજુલાના અરસાણા ચોકડી પાસે વિશાળ જનસભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી ૧૯-૨૦મી એ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. પાટણ, કશોદ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં રાહુલ ગાંધી ની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૮મી એ અંબાજી અથવા સોમનાથ મંદિર દર્શન કરી પ્રિયંકા ગાંધી પણ ગુજરાત રૉડ શૉ કરશે. આ ઉપરાંત નવજોત સિદ્ધુ, અઝહરુદ્દીન, નગમા, ઉર્મિલા માતોંડકર સહિતના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવી રહ્યા છે.

Share: