યુપીમાં રેલ્વેની ટીકીટો પર જોવા મળી પીએમ મોદીની તસ્વીર, ચુંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ

April 15, 2019
 701
યુપીમાં રેલ્વેની ટીકીટો પર જોવા મળી પીએમ મોદીની તસ્વીર, ચુંટણી આચાર  સંહિતાનો ખુલ્લેઆમ ભંગ

લોકસભા ચુંટણી ૨૦૧૯ના એલાનની સાથે જ સમગ્ર દેશ આદર્શ ચુંટણી આચારસંહિતા લાગુ થઈ છે. તેમજ આ અંગે તેના ભંગની અનેક ફરિયાદો ચુંટણીપંચને મળી છે. તેમજ તેની પર તે કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ ઉત્તર પ્રદેશના બારાબંકી રેલ્વે સ્ટેશન પર રેલ્વે તંત્ર ખુદ જ આદર્શ ચુંટણી આચારસંહિતાનું ઉલ્લંધન કરતા નજરે પડ્યું છે.

ઉત્તર પ્રદેશના બારાબંકી રેલ્વે સ્ટેશન પર એક એવો મામલો સામે આવ્યો છે જેને સામાન્ય વ્યક્તિ ધ્યાન નથી આપતો. પરંતુ રવિવારે એક જાગૃત નાગરિકે રેલ્વે તંત્રને તેની બેદરકારી અંગે જણાવ્યું હતું. જેમાં રેલ્વે કાઉન્ટર પરથી જે ટીકીટ આપવામાં આવતી હતી. તેની આગળ અને પાછળના ભાગમાં પીએમ મોદીનો ફોટો અને આવાસ યોજનાની જાહેરાત છપાયેલી હતી. જેની માહિતી તેણે રેલ્વે અધિકારીઓને આપી તો તેને ત્યાંથી ભગાડી મુકવામાં આવ્યો હતો.

જયારે આ જાગૃત નાગરિકે આ વાત મીડિયા સમક્ષ મૂકી હતી.યાત્રી મોહમ્મદ શબ્બર રીઝવીએ ઉત્તર પ્રદેશના બારાબંકી રેલ્વે સ્ટેશનથી બનારસ સુધીની ટીકીટ માંગી હતી. જે ટીકીટ કાઉન્ટર પરથી તેને આ ટીકીટ આપવામાં આવી હતી.

શબ્બર રીઝવીએ જણાવ્યું કે તેમને જે ટીકીટ મળી તેની પર પીએમ મોદીનો ફોટો અને આવાસ યોજનાની જાહેરાત છાપવામાં આવી હતી. જેને જોઈને મને ખ્યાલ આવ્યો કે આ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ છે. તેમજ જયારે આ અંગે પૂછવા માટે ટીકીટ કાઉન્ટર પર ગયો ત્યારે મને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો હતો. તેથી મે મજબુર થઈને આ વાત મીડિયા સમક્ષ મૂકી હતી.

આ અંગે જયારે રેલ્વે અધિકારીને પૂછવામા આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ભૂલથી થયું છે. ટીકીટનું આ બંડલ પ્રિન્ટીંગ મશીન પર ખોટી રીતે લાગી ગયું હતું. તેમજ રેલ્વેની આચાર સંહિતા ભંગ કરવાનો કોઈ ઉદ્દેશ ન હતો.

Share: