આજે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા થશે કાર્યવાહી : હાઇકોર્ટમાં પીટીશન કરાશે.

April 15, 2019
 432
આજે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા થશે કાર્યવાહી : હાઇકોર્ટમાં પીટીશન કરાશે.

લોકસભાની ચૂંટણી વખતે પક્ષવિરોધી પ્રવુતિ કરનારા સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ઠકોરસેના ના ઉમેદવારનો પ્રચાર શરૂ કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પર આરોપ મુક્યો છે કે, કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. ટિકિટ માટે સોદા થાય છે. પક્ષવિરોધી પ્રવુતિ નિવેદન કરવા બદલ કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે.

રાહુલ ગાંધીએ પક્ષવિરોધી કરનારને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા સૂચના આપી છે. પરિણામે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઠવા તૈયારીઓ થઇ રહી છે. આજે કોંગ્રેસની લીગલ ટિમ હાઇકોર્ટમાં અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા પીટીશન કરી શકે છે. કોંગ્રેસ હાઇકમાન્ડે કાનૂની કાર્યવાહી કરવા લીલી ઝંડી આપી છે.

Share: