ઊંઝામાં ત્રણ હજાર પાટીદારોએ ભાજપને હરાવવા સોગંધ લીધાં.

April 15, 2019
 488
ઊંઝામાં ત્રણ હજાર પાટીદારોએ ભાજપને હરાવવા સોગંધ લીધાં.

ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણના થઇ રહી છે. અનેક રજૂઆતો છતાંય ભાજપ હાઇકમાન્ડે ઊંઝા પેટાચૂંટણીમાં આશા પટેલને ટિકિટ આપી છે. પરિણામે પાટીદારો આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. રવિવારે ઊંઝામાં એક પાર્ટીપ્લોટ માં ત્રણ હજાર થી વધુ પાટીદારો એકઠાં થયા હતા. 34 ગામમાં થી એકઠાં થયેલા આ પાટીદારોએ ભાજપના ઉમેદવાર આશા પટેલને હરાવવા સોગંધ લીધા હતા.

પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુના સમર્થકો હાલમાં ખુલ્લેઆમ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. ખુદ ઊંઝાવાસી ઓ કહી રહ્યા છે કે, આશા પટેલ ૩૦-૪૦ હજાર મતોથી હારશે. ભાજપે ડેમેજ કંટ્રોલ માટે ઘણાં પ્રયાસો પણ કર્યા પણ મેળ પડ્યો નથી.

Share: