કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ફાફ ડુ પ્લેસિસે પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ

April 15, 2019
 189
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ફાફ ડુ પ્લેસિસે પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ માટે કોલકાતામાં નાઈટ રાઈડર્સની વચ્ચે ગઈ કાલે રમાયેલી મેચ ખાસ સાબિત થઈ હતી. પરંતુ ફાફ ડુ પ્લેસિસે બેટિંગમાં નહીં ફિલ્ડીંગમાં આ સિદ્ધી પ્રાપ્ત કરી અને તેની સાથે તે સચિન તેંડુલકર, જેક્સ કાલીસ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા હતા.

ચેન્નાઈ અને કોલકાતાની વચ્ચે રમાયેલી આ મેચમાં ફાફ ડુ પ્લેસિસે ચાર કેચ પકડ્યા હતા. તેમને આ મેચમાં સુનીલ નારાયણ, નીતીશ રાણા, રોબીન ઉથપ્પા અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકનો કેચ પકડ્યો હતો. તેમાંથી રોબીન ઉથપ્પાનો કેચ તો સૌથી શાનદાર અને દર્શનીય રહ્યો હતો. એક મેચમાં ૪ કેચ પકડવાની સાથે ફાફ ડુ પ્લેસિસ આઈપીએલમાં એક મેચમાં ૪ કેચ પકડનારની ખેલાડીઓની વિશિષ્ટ યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમ છતાં આઈપીએલની આ સિઝનમાં આવું ત્રીજી વખત થયું છે. આ સીઝનમાં ફાફ ડુ પ્લેસિસ સિવાય રાહુલ તેવટીયા અને ડેવિડ મિલર પણ આ કમાલ કરી ચુક્યા છે. રાહુલે આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ-મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં જ મુંબઈમાં અને મિલરે કિંગ્સ ઈલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં મુંબઈમાં જ ૪-૪ કેચ પકડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે ઇડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૫ વિકેટથી જીત પ્રાપ્ત કરી લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈના (૫૮ રન) અને રવીન્દ્ર જાડેજા (૩૧ રન) ની શાનદાર ઇનિંગના આધારે ૧૯.૪ ઓવરમાં ૧૬૨ રન બનાવી જીત પોતાના નામે કરી હતી. આ અગાઉ ટોસ હારી બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે ક્રીસ લીનની ૮૨ રનની ઇનિંગના આધારે ૮ વિકેટ ગુમાવી ૨૦ ઓવરમાં ૧૬૧ રન બનાવ્યા હતા.

એક મેચમાં ૪ કેચ લેનાર ખેલાડી

ખેલાડી મેચ સ્થાન વર્ષ

સચિન તેંડુલકર : મુંબઈ ઇન્ડિયન્સ વી. કેકેઆર, મુંબઈ ૨૦૦૮

ડેવિડ વોર્નર : દિલ્હી વી. રાજસ્થાન રોયલ્સ, નવી દિલ્હી ૨૦૧૦

જૈક્સ કાલીસ : કેકેઆર વી. ડેક્કન ચાર્જર્સ, કોલકાતા ૨૦૧૧

રાહુલ તેવટીયા : ડેક્કન ચાર્જર્સ વી. મુંબઈ ઇન્ડિયન્સ, મુંબઈ ૨૦૧૯

ડેવિડ મિલર : સીએસકે વી. કેકેઆર, કોલકાતા ૨૦૧૯

Share: