'ભારત'નું પોસ્ટર રીલીઝ, પહેલી વાર વૃદ્ધના ગેટઅપમાં જોવા મળ્યા સલમાન ખાન

April 15, 2019
 187
'ભારત'નું પોસ્ટર રીલીઝ, પહેલી વાર વૃદ્ધના ગેટઅપમાં જોવા મળ્યા સલમાન ખાન

બોલીવુડ સ્ટારર ફિલ્મ 'ભારત'થી સલમાનખાનનો નવો લુક સામે આવી રહ્યો છે. આ પોસ્ટરમાં સલમાન એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તસ્વીર માં સલમાન એક વૃદ્ધ આદમીના અભિનયમાં જોવા મળી રહ્યા છે. તેમનો લુક અને મેકઅપ ઘણો રીયલ લાગી રહ્યો છે.

સલમાને ખુદ તેના ટ્વીટર એકાઉન્ટ પર આ તસ્વીરને શેર કરી છે. તેમણે તસ્વીર શેર કરતા લખ્યું છે કે- જેટલા સફેદ વાળ મારા માથામાં અને દાઢીમાં છે, તેનાથી વધારે રંગીન મારી જિંદગી છે. તેમના આ લુકને ફેંસ ઘણો પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.

ફિલ્મની વાત કરીએ તો ભારતમાં સલમાન ખાન ૧૮ વર્ષના છોકરાથી લઈને ૭૦ વર્ષના વૃદ્ધ સુધીના અભિનયમાં જોવા મળવાના છે. તે ફિલ્મમાં ૬ અલગ અલગ લુક્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન કેટરીનાના સિવાય દિશા પટણી, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે.

આ ફિલ્મ ઈદના દિવસ પર રીલીઝ થશે. હવે ફેંસના ભારતના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. જે ૨૪ એપ્રિલે રીલીઝ થવાનું છે. આશા છે કે આ ફિલ્મ પણ સુપરહિટ હશે અને નવો રેકોર્ડ કરશે.

Share: