કોંગ્રેસની સરકાર લોકો માટે અનેક યોજનાઓ લાવશે : પ્રિયંકા ગાંધી

April 15, 2019
 944
કોંગ્રેસની સરકાર લોકો માટે અનેક યોજનાઓ લાવશે : પ્રિયંકા ગાંધી

દેશમાં લોકસભા ચુંટણી માટે બીજા તબક્કાનું મતદાન ૧૮ એપ્રિલના રોજ યોજાવવાનું છે. જેમાં ૧૩ રાજયોની ૯૭ બેઠકો માટે ચુંટણી યોજાશે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશના ફતેપુર સીકરીમાંચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર આવશે તો અનેક મોટી યોજનાઓ લાવીશું જેમાં લોકોને સીધો ફાયદો થશે. કોંગ્રેસે પાર્ટીએ હંમેશા લોકોના હિત માટે કામ કર્યું છે અને તમને બચાવ્યા છે.

આ પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફતેહપુર સીકરીમાં ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. ફતેહપુર સીકરી યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર ચુંટણી લડી રહ્યા છે.

આ ઉપરાંત જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ વર્ષ ૨૦૧૪માં ત્રણ મોટા વાયદા કર્યા હતા. જેમાં દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવા. ખેડૂતોને દેવા માફી અને લોકોને ૧૫ લાખ રૂપિયા ખાતામાં આપવાના વાયદા કર્યા હતા. પરંતુ આજે પાંચ વર્ષ પછી ત્રણમાંથી એક પણ વાયદો પૂર્ણ કરવામાં આવ્યો નથી. આ તમામ વાયદા ખોટા હતા. તેમણે લોકોને છેતર્યા છે.

રાહુલ ગાંધીએ તેની વિપરીત ત્રણ રાજયોમાં ભાજપની સરકાર આવતા જ અમે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે. અમે લોકોને આપેલા વાયદા બે દિવસમાં પૂર્ણ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ કોંગ્રસના મેનીફેસ્ટો અંગે જણાવતા કહ્યું છે કે અમે સરકારમાં આવતા જ ખેડૂતોનું દેવુંમાફ કરી દઈશું. તેમણે કહ્યું કે ખેડૂત દેશની શાન છે તેથી જ અમે નિર્ણય લીધો છે કે અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું. તેનાથી પારદર્શિતા પણ આવશે.

Share: